air pollution delhi/ દિલ્હી ફરી વાયુ પ્રદૂષણની ઝપેટમાં, 27 દિવસ બાદ GRAP-3 પ્રતિબંધ લાગુ થઈ શકે

આજે વાયુ પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને, CAQMની સબ-કમિટીએ તાકીદની બેઠક યોજી હતી. જેમાં હવામાન વિભાગ પાસેથી આગળની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે શુક્રવાર સુધીમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.

Top Stories India
મનીષ સોલંકી 2023 12 01T115834.841 દિલ્હી ફરી વાયુ પ્રદૂષણની ઝપેટમાં, 27 દિવસ બાદ GRAP-3 પ્રતિબંધ લાગુ થઈ શકે

દિલ્હીમાં દિવાળી સમયે વાયુ પ્રદૂષણ વધતા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. વરસાદ બાદ વાયુ પ્રદૂષણ ઘટતા લોકોને રાહત મળી હતી. પરંતુ હાલમાં ફરી રાજધાની દિલ્હીમાં હવા ઝેરી બની છે. આ સાથે સરકાર 27 દિવસ બાદ ફરી GRAP-3 નિયંત્રણો લાગુ કરી શકે છે. આજે રાજધાની દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં AQI ગંભીર સ્તરે પંહોચ્યુ હતું. આ અંગે નિષ્ણાતો કહે છે કે માત્ર હવામાન અને પવન જ રાજધાનીને પ્રદૂષણથી બચાવી શકે છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સવારે 8 વાગ્યે રાજધાનીની AQI 356 હતી. તે સાંજે 4 વાગ્યા સુધીમાં વધીને 398ના સ્તરે પહોંચી ગયો હતો. પ્રદૂષણને કારણે અનેક સ્થાનો પર મેડિકલ ઇમરજન્સી સુધી સમસ્યા વધુ ગંભીર બની. 19 સ્થળોએ પ્રદૂષણનું સ્તર ગંભીર હતું જ્યારે 18 સ્થળોએ તે ખૂબ જ ખરાબ હતું. હવામાન વિભાગે ગયા બુધવારે આગાહી કરી હતી કે પ્રદૂષણ ખરાબ સ્થિતિમાં છે. સરકારી સૂત્રના જણાવ્યા મુજબ બગડતી વાયુ પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર ગ્રેપ-3ને પરત લાવવાનો નિર્ણય લઈ શકે છે.

આજે વાયુ પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને, CAQMની સબ-કમિટીએ તાકીદની બેઠક યોજી હતી. જેમાં હવામાન વિભાગ પાસેથી આગળની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે શુક્રવાર સુધીમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. આ સમીક્ષાને ધ્યાનમાં રાખીને સબ કમિટીએ ગ્રેપ-3 લાગુ કરવાના નિર્ણયને મુલતવી રાખ્યો. શુક્રવારે પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા થયા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન,  ગ્રેપ-1 અને ગ્રેપ-2 ના નિયંત્રણો ચાલુ રહેશે.

આઈઆઈટીએમની આગાહી મુજબ, 1લીથી 3જી ડિસેમ્બર સુધી પ્રદૂષણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહેશે. 1 ડિસેમ્બરે ઉત્તર-પૂર્વ અને ઉત્તર દિશામાંથી 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 2 ડિસેમ્બરે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી 6 થી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 3 ડિસેમ્બરે પણ પવનની ગતિ યથાવત રહેશે.

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ કહ્યું કે જાન્યુઆરીથી નવેમ્બરનો સ્પેલ છેલ્લા છ વર્ષમાં સૌથી સ્વચ્છ રહ્યો છે. આ વર્ષે પરાળીની ટોચ અને દિવાળી એક સાથે પડી હતી. તેના કારણે દિલ્હી-એનસીઆર પણ પ્રદૂષિત થઈ ગયું. આ વર્ષે નવેમ્બરમાં રાજધાનીની સરેરાશ AQI 372 હતી. 2022માં તે 320 હતો. નવેમ્બર 2021માં પણ આવી જ હવામાન પરિસ્થિતિઓ હતી. નવેમ્બર 2021માં સરેરાશ AQI 377 હતો. CAQM મુજબ પ્રદૂષણ ઘટાડવા માટે, પવન ઓછામાં ઓછા 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવા જોઈએ. આ સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવા સંબંધિત શહેરોને ગ્રૅપ-1 અને ગ્રૅપ-2નો કડક અમલ કરવા સૂચના પણ આપી છે.