Not Set/ Indian Railway : આ શહેરમાં ચાલુ થશે કોચ નવીનીકરણની ફેક્ટરી, હજારોને મળશે રોજગારી

પાનીપત   ભારતીય રેલ્વે તરફથી એક નવી કોચની ફેક્ટરી હરિયાણામાં સોનીપતમાં ચાલુ કરવાની તૈયારીઓ થઇ રહી છે. આ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન આવતા અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી કરી શકે છે. ફેકટરીના લીધે આશરે ૧૦ હજાર લોકોને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રોજગારી મળી શકે તેમ છે. રેલ્વે દ્વારા આ ફેકટરીના ઉદ્ઘાટન માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. […]

India Trending
ch1119623 e1522402357909 Indian Railway : આ શહેરમાં ચાલુ થશે કોચ નવીનીકરણની ફેક્ટરી, હજારોને મળશે રોજગારી

પાનીપત  

ભારતીય રેલ્વે તરફથી એક નવી કોચની ફેક્ટરી હરિયાણામાં સોનીપતમાં ચાલુ કરવાની તૈયારીઓ થઇ રહી છે. આ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન આવતા અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી કરી શકે છે. ફેકટરીના લીધે આશરે ૧૦ હજાર લોકોને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રોજગારી મળી શકે તેમ છે.

રેલ્વે દ્વારા આ ફેકટરીના ઉદ્ઘાટન માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

હરિયાણાના સોનીપતમાં ચાલુ  કરવામાં આવનારી આ ફેકટરીમાં રેલ્વેના ડબ્બાનું નવીનીકરણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રેલ્વેન ડબ્બાનું આયુષ્ય સામાન્ય રીતે ૨૫ વર્ષથી વધારે હોય છે. વર્ષ દરમ્યાન ચાલુ રહેલતી ટ્રેનના ડબ્બા થોડાક વર્ષો પછી તેમનું ઇન્ટીરીયર અને બહારનો ભાગ ખરાબ થઇ જાય છે. તેવામાં હરિયાણામાં આ ફેકટરીમાં રેલ્વેન ડબ્બાને નવું સ્વરૂપ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટને રેલ્વેનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે.

મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રેલના ડબ્બાને બદલવામાં આવશે.આ ફેક્ટરીના મદદથી રેલ્વેના મુસાફરોને સારી સુવિધાથી મુસાફરી કરી શકશે.આ  ફેકટરીના લીધે ૧૦ હજારથી વધુ લોકોને રોજગારી મળી શકે તેમ છે.