થરાદ
થરાદ મીઠા હાઇવે કોઝવેના ડ્રાયવર્ઝનમાં ગેરરીતિ સામે આવી છે. ડ્રાયવર્ઝનમાં માત્ર માટી નાખતાં વરસાદી પાણીના કીચડથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કોન્ટ્રાક્ટર રૂપિયા બચાવ કરતા હોવાના..વાહન ચાલકો દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યું છે.
કોન્ટ્રાક્ટરો અને વહીવટી અધિકારીઓની મિલીભગતથી વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વર્ષે 2015 ના પુરગ્રસ્તમાં કોઝવે તુટવા પામયો હતો.
આ રસ્તા પર મોટાપ્રમાણમાં નાના અને ભારે વાહનોની અવરજવર રહે છે. એક વષૅ વિતવા છતાં ગોકળગાયની ગતીએ કામ ચાલી રહયુ છે. આ અગાઉ પણ આ જગ્યાએ વાહનો કીચડમાં ફસાઇ જતાં હોવાથી ટ્રાફિક જામ થયું હતું.
આ સ્ટેટ હાઇવે થરાદથી ભાભર રાધનપુર અને કંડલા સુધીનો હાઇવે પર ભારે વાહનો પસાર થતા હાઇવે અને કોઝવેની કામની ગુણવત્તા ઉંચી હોવી જોઈએ. તેમજ જલ્દીથી જલ્દી રસ્તાને બનાવામાં આવે તેવી લોકોની માંગ છે.