Not Set/ ઈતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા એમેઝોનના સંસ્થાપક, આંકડો જોઇને રહી જશો ચકિત

નવી દિલ્હી, ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ ૧૫૦ અબજ ડોલર રૂપિયાની સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સોમવારે બેજોસની કુલ સંપત્તિ ૧૫૦ અબજ ડોલર (એટલે કે ૧૦ લાખ કરોડ રૂપિયા)થઈ છે. આ સાથે જ તેઓ દુનિયાના આધુનિક ઈતિહાસના અત્યારસુધીના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ દ્વારામાઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર […]

Trending Business
getty 151367140 200013321653767174100 354263 ઈતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા એમેઝોનના સંસ્થાપક, આંકડો જોઇને રહી જશો ચકિત

નવી દિલ્હી,

ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ ૧૫૦ અબજ ડોલર રૂપિયાની સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સોમવારે બેજોસની કુલ સંપત્તિ ૧૫૦ અબજ ડોલર (એટલે કે ૧૦ લાખ કરોડ રૂપિયા)થઈ છે. આ સાથે જ તેઓ દુનિયાના આધુનિક ઈતિહાસના અત્યારસુધીના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

Bill Gates ઈતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા એમેઝોનના સંસ્થાપક, આંકડો જોઇને રહી જશો ચકિત

બ્લૂમબર્ગ દ્વારામાઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની સંપત્તિ ૯૫.૩ અબજ ડોલર આંકવામાં આવી છે. જયારે જેફ બેજોસની સંપત્તિ ૧૫૦ અબજ ડોલરની સંપત્તિ છે તે દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને કરતા ૫૫ અબજ ડોલર (૩.૭૪ કરોડ રૂપિયા) વધુ છે.

૧૯૮૨થી અત્યારસુધીના સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા બેજોસ

maxresdefault 8 ઈતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા એમેઝોનના સંસ્થાપક, આંકડો જોઇને રહી જશો ચકિત

બિલ ગેટસે વર્ષ ૧૯૯૯માં ૧૦૦ અબજ ડોલરનો આંકડો સ્પર્સ કર્યો હતો. આ આંકડો આજના હિસાબથી ૧૪૯ અબજ ડોલર (અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયા) જેટલો માનવામાં આવે છે. ત્યારે અ અજ પ્રકારે જેફ બેજોસનો આ આંકડો ૧૫૦ અબજ ડોલરની સાથે ૧૯૮૨ બાદ અત્યારસુધીમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

આ પહેલા પણ ૮ જાન્યુઆરીના રોજ પણ બ્લૂમબર્ગની રિપોર્ટમાં બેજોસ ૧૦૫.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા.

રેકોર્ડ સ્તર પર પહોચ્યો એમેઝોનનો શેર

મહત્વનું છે કે, સોમવારે એક સમયે એમેઝોનના શેર ૧૮૪૧.૫૦ ડોલર એટલે કે ૧,૨૫,૨૫૨ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોચ્યા હતા, ત્યારે જેફ બેજોસની સંપત્તિ ૧૫૦ અબજ ડોલર સુધી પહોચી હતી.