શાબાશ/ બોડેલીમાં જળબંબાકારની સ્થિતિમાં રેસ્ક્યુ કરનાર PSI એ.એસ સરવૈયા તેમજ સાથી કર્મીનું કરાયું સન્માન

બોડેલી પો.સ.ઇ. એ.એસ સરવૈયાનું બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Gujarat Others Trending
બોડેલી

છોટાઉદેપુર જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલો ૧૬ કલાક માં ૨૨ ઈંચ ઉપરાંત વરસાદ બોડેલી તાલુકામાં ખાબક્યો હતો અને તેને લઇને બોડેલી નગર સહીત અનેક ગામો બેટમાં ફેરવાયા હતા.  બોડેલીના પાણેજ ગામમાં ઉચ્છ નદીનું પાણી ફરી વળતાં એક વૃધ્ધા સહીત પશુઓના મોત નીપજ્યા હતા જ્યારે ૨૦ જેટલા પશુઓ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. બોડેલી પંથકમા વરસાદે વેરેલા વિનાશમાં બે ના મોત થયા છે.  જેમાં પાણેજ ગામની એક વૃધ્ધા કે જેનું ઘરમાં પાણી ભરાઇ જવાથી પાણીમા ડુબી જતા મોત થયુ હતુ. તો બીજા એક આધેડ જેનું કોતરના તેજ પ્રવાહમાં તણાઇ જતા તેનું મોત નિપજ્યાનું પણ સામે આવ્યુ છે. બોડેલીમાં..

સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બોડેલીમાં માત્ર ૧૬ કલાકમાં જ ૨૨ ઈંચ ઉપરાંત એટલે કે દર વર્ષે મોસમમાં એવરેજ ૩૫ થી ૪૫ ઈંચ નોંધાતા વરસાદનો અડધો વરસાદ માત્ર ૧૬ કલાકમાં ખાબકયો હતો જેને પગલે સમગ્ર બોડેલી નગરના દીવાન ફળિયા ,રજાનગર ,વર્ધમાન નગર વસાહત  સાથે અલીપુરાની રામનગર, સાધનાનગર અને ગંગાનગર સોસાયટી સહિત ૫૦ ટકા ભાગ બેટમાં ફેરવાઈ ગયો હતો અને તંત્ર દ્વારા પણ સ્થાનિક યુવાનો ની મદદ થી ૨૫૦ ઉપરાંત લોકોને  રેસક્યૂ કરી અને અન્ય પાંચ હજાર લોકો ને દોરડા અને માનવ ચેઈન બનાવી સલામત સ્થળે ખસેડાયા હતા.

બોડેલી

બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશ શાહ, પી એસ આઈ એ.એસ.સરવૈયા,ડી.વાય.-એસ.પી એ.વી કાટકડ, નાયબ મામલતદાર રાજેશ ભટોળ સહીતનાં તમામ કર્મચારીઓને પણ સ્થાનિક લોકો એ સલામ કરી હતી કારણ કે તેઓ એ દિવસભર ધોધમાર વરસાદ હોવા છતાં રેસક્યુની કામગીરીમાં ખડે પગે રહ્યા હતા જ્યારે પી.એસ.આઈ એ એસ સરવૈયા જાતે ગળા ડૂબ પાણીમાં જઈ ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા હતા જેથી તેઓની કામગીરી ને સમગ્ર નગર વાસીઓએ વધાવી લીધી હતી. બોડેલીમાં ખાબકેલા વરસાદ ને લઈ નિચાણવાળા  વિસ્તારોમાં સ્થાનિક તરવૈયા યુવાનો બચાવ કામગીરીમાં પણ રઝાનગર ના ઈલ્યાસ બારોટ સહીત ના દસ તરવૈયા ધર્મેશ ભોઈ, સંજય ભોઈ  મનોજભાઈ ,જયેશભાઈ, સુનિલભાઈ નાયક,  હિમાંશુભાઈ રાઠવા, વિષ્ણુભાઈ રાઠવા,  ગૌતમભાઈ તડવી સહીત ના યુવાનો દ્વારા તમામ લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.

રવિવારે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ ને કારણે બોડેલીના દીવાન ફળિયા,રજાનગર , વર્ધમાન નગર વસાહત જેવા  નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યુ હતું અને પાણી નું લેવલ વધતા પોતાના ઘરોમા જ લોકો ફસાઈ જતાં સ્થાનિક તરવૈયાઓ અને સ્થાનિક યુવાનો દ્વારા રેસક્યુ શરૂ કરી લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  પાણી ભરાઈ જતાં અને પરિસ્થિતી ગંભીર બનતા બોડેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ સરવૈયા સહિત પોલીસ કર્મી પણ ફસાયેલા લોકો ને બહાર કાઢવા રેસક્યું માં જોડાયા હતા જેમાં બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ સરવૈયા એ પાણીના ભારે પ્રવાહમાં ઉતરી જઈ રેસકયું કરતાં તેઓના વિડીયો વાઇરલ થયા હતા ત્યારે લોકોએ તેમના વખાણ કર્યા હતા.

બોડેલી

બોડેલીમા જળબંબાકારની સ્થિતિમાં રેસ્ક્યુ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ સરવૈયા તેમજ તેમના સાથી કર્મી રામભાઇનુ સૈયદ હસનઅલી બાવા, સૈયદ મોહસીન બાવા એ શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપી  સન્માન કર્યુ તેમજ બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા ગુલદસ્તો આપી સન્માન  કરવામાં આવ્યું.સ્થાનિક તરવૈયા સાથે બોડેલી પોલીસ ઈન્સ્પેકટર તેમજ તેમની ટીમે  સરાહનીય કામગીરી કરી હતી અને મોડી રાત સુધી ખડે પગે રહી લોકોના જીવ બચાવવા બદલ સન્માન કરવામાં આવ્યું. જેમા બોડેલી નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ હસનઅલી બાવા હરવાંટ વાલા,સૈયદ મોહસીન બાવા ,સૈયદ મોઇન સાબ માકણી વાલા, સાથે બોડેલી ગ્રામ પંચાયત સભ્ય અનવરભાઇ મનસુરી, અલીખેરવા ગ્રામ પંચાયત સભ્ય, સમદભાઇ મનસુરી,પીઢ પત્રકાર મકબૂલ ભાઇ મનસુરી, રફીક ભાઇ સુલતાનજી ખત્રી,  અમજદખાન પઠાણ,, કાદરભાઇ ખત્રી બંગડી વાલા, સહીત બોડેલી નગરના મુસ્લિમ અગ્રણી ઓ ઉપસ્થીત રહ્યા હતા.

આ પણ વાંચો : ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ 10 વર્ષમાં થયું 4 ગણું અને ખાડા થયા 40 ગણા