Not Set/ ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ચહેરો અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા એટલે વર્તમાન ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

નીતિન ભાઈ પટેલે હંમેશા એક સક્રિય નેતા તરીકે ભૂમિકા ભજવી છે.

Gujarat Mantavya Exclusive Others
election 25 ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ચહેરો અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા એટલે વર્તમાન ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

ગુજરાતની રાજનીતિમાં ઘણાં ઓછા એવા નેતાઓ છે જે ખૂબ નાની ઉંમરથી સક્રિય રાજનીતિમાં આવી ગયા હોય અને લગભગ 5 દાયકા જેટલું રાજનૈતિક કરિયર ધરાવતા હોય. છતાં પણ તેમની છબિ સાફ હોય. ગુજરાતની રાજનીતિમાં ભાજપનો પાટીદાર ચહેરો અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા એટલે વર્તમાન ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ.

ગુજરાતની રાજનીતિમાં જન જન સુધી પહોંચનારા અને ખુબ મોટા સમૂદાય સાથે સીધા સંકળાયેલાં નેતાઓના નામ શોધીએ તો બહુ ઓછા નામ મળે. પણ ગુજરાતની રાજનીતિનું બહુ જૂનું અને જન જનમાં જાણીતું નામ છે નીતિન ભાઈ પટેલ.

નીતિન ભાઈ પટેલે હંમેશા એક સક્રિય નેતા તરીકે ભૂમિકા ભજવી છે. ગુજરાત ભાજપના આધારસ્તંભ સમા અને ભાજપની કેન્દ્રીય નેતાગીરીના સૌથી વિશ્વાસુ મનાતા નીતિનભાઈની સફર કેવી રહી. ચાલો જોઈએ તેમની સંપૂર્ણ સફર.

ગુજરાતની રાજનીતિમાં નીતિન ભાઈ પટેલ ભલે એકલા પણ  ખૂબ મોટું નામ ધરાવે છે. પણ તેમની અને વિજયભાઈની જોડીને પણ લોકો હવે માનવા લાગ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ પણ નીતિનભાઈને પોતાના શ્રેષ્ઠ જોડીદાર ગણાવે છે.

નીતિન પટેલ માટે કહેવાય છે કે તેઓ તેમના કદ કરતા ઘણું વિરાટ વ્યક્તિત્વ ધરાવે છે. તેમના વ્યક્તિત્વની ઘણીબધી ખાસિયતો છે. તેઓ સ્પષ્ટ વક્તા છે. સાથે જ તેઓ ધર્મમાં પણ ખાસ્સું માનનારા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નીતિન ભાઈ પટેલનું ઘણું જ ઉમદા સંકલન રહ્યું છે. બંને વચ્ચેના સંકલનને લીધે જ ગુજરાતને ઘણી બધી જનસુવિધા સરકાર તરફથી પ્રાપ્ત થઈ છે. નીતિનભાઈ ઉપમુખ્યમંત્રી ઉપરાંત ઘણાં બધાં વિભાગો સંભાળીને દિવસરાત કામ કરી રહ્યાં છે. તેમની નેતૃત્વ ક્ષમતા પર કોઈ શંકા કરી શકે તેમ નથી. ત્યારે ગુજરાતને આગળના સમયમાં તેમનું નેતૃત્વ પણ મળે તેવી અંગત રીતે નીતિનભાઈને શુભેચ્છાઓ.

https://youtu.be/npa10QoYHPU