RMC Watertax/ રાજકોટવાસીઓની આંખોમાંથી પાણી લાવતો મનપાનો નવો પાણી વેરો

રાજકોટ મ્યુનિસિપાલિટી (મનપા)એ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં જંગી પાણી વેરાવધારો ઝીંકયો છે. રાજકોટવાસીઓની આંખોમાં પાણી લાવી દે તેવો પાણી વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલમાં રાજકોટવાસીઓ વર્ષે પાણી વેરા પેટે 840 રૂપિયા ભરે છે. હવે આ જ વેરો વધારીને સીધો 2,400 રૂપિયા કરવાની એટલે કે દર મહિને 200 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Gujarat Rajkot
RMC Watertax
  • 2023-24ના બજેટમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારી 2,400 કરાયો
  • થિયેટરમાં શો દીઠ ટેક્સ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરાયો
  • પાણી વેરામાં ત્રણ ગણી, ગાર્બેજ અને મિલકત વેરામાં બે ગણી વૃદ્ધિ

RMC Water Tax રાજકોટ મ્યુનિસિપાલિટી (મનપા)એ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં જંગી પાણી વેરાવધારો ઝીંકયો છે. રાજકોટવાસીઓની આંખોમાં પાણી લાવી દે તેવો પાણી વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલમાં રાજકોટવાસીઓ વર્ષે પાણી વેરા પેટે 840 રૂપિયા ભરે છે. હવે આ જ વેરો વધારીને સીધો 2,400 રૂપિયા કરવાની એટલે કે દર મહિને 200 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

RMC Water Tax મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાને તો સામાન્ય માણસની તકલીફની ખબર ના હોય, પણ શાસકો તો કમસેકમ લોકોની તકલીફ સમજેને. મા નર્મદાના પાણીને રાજકોટ સુધી લાવવાની કિંમત વસૂલવાની હોય તે સમજી શકાય છે, પણ તેમાય કંઈક મર્યાદા જેવું તો રાખવું જોઈએ. 840 રૂપિયામાંથી સીધા 2,400 રૂપિયાનો વેરો નાખીને કોના ખિસ્સામાં ભરવામાં આવી રહ્યા છે તે પ્રજા ન જાણતી હોય તેટલી તો મૂરખ નથી જ. પણ કહેવાય છે ને અતિ સર્વત્ર વર્જયેત.

RMC Water Tax આ બજેટની કેન્દ્રવર્તી થીમ છે નિર્મલ રાજકોટ. આ થીમ મુજબ જળ, વાયુ અને થલ એમ ત્રિક્ષેત્રીય શુદ્ધતા અને સ્વચ્છતા પણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજકોટ મ્યુનિસિપાલિટીના 2,582 કરોડના બજેટમાં પાણી વેરામાં ત્રણ ગણિ વૃદ્ધિ, ગાર્બેજ અને મિલકત વેરામાં બમણો વધારો કરવાની ફરજ પડી છે. કુલ 2,586.82 કરોડના આ બજેટમાં ફક્ત 101 કરોડનો જ કરબોજો બતાવાયો છે.

પાણી વેરાવૃદ્ધિ સામે બચાવ કરતાં મનપાનું કહેવું છે કે પાણી વેરા પાછળ કુલ 156 કરોડનો ખર્ચ થાય છે. તેની સામે પાણી વેરાની આવક 27 ટકા થાય છે. તેથી રહેણાક મિલકતો પરનો પાણી વેરો 840 રૂપિયાથી વધારી વર્ષે સીધો 2,400 રૂપિયા કરી દેવાયો છે. જ્યારે કોમર્સિયલમાં હવે 1,680ની સામે 4,800 કરોડ રૂપિયાનો વાર્ષિક વેરો વસૂલાશે.

તેની સામે મિલકત વેરામાં રેસિડેન્સીમાં પ્રતિ ચોરસ મીટર 11 વસૂલાય છે. તેની સામે 13 તથા કોમર્સિયલમાં 22ના 25 રૂપિયા કરવાની દરખાસ્ત કરાઈ છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન તથા રહેણાક મિલકતો માટે વર્ષે 730 રૂપિયા તથા બિનરહેણાક મિલકતો માટે વર્ષે 1,460 રૂપિયા  વસૂલાશે. આ ઉપરાંત દરેક શો દીઠ વસૂલાતો થિયેટર ટેક્સ 100 રૂપિયાથી વધારી સીધો 1000 રૂપિયા કરી દેવાયો છે. થિયેટર માલિકો રાડ પોકારી જાય તેવી વાત છે. કેટલાય થિયેટર માલિકો થિયેટરો તાળા મારી દે તો નવાઈ નહી લાગે.

SMC Draftbudget/ સુરતીઓ પર 420 કરોડનો વેરાવધારો ઝીંકતી સુરત મનપા

ગાંધીનગર/ દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને આજીવન કેદની સજા

મોટા સમાચાર/ મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર