ગાંધીનગર/ દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને આજીવન કેદની સજા

ગાંધીનગરની એક કોર્ટમાં મંગળવારે ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે આસારામ બાપુ એક “હેબિચ્યુઅલ ગુનેગાર” છે અને સ્વયંભૂ બાબા પર ભારે દંડની સાથે આજીવન કેદની સજા સાંભળવામાં આવી છે.

Gandhinagar Top Stories Gujarat
આસારામને

ગાંધીનગરની એક કોર્ટમાં મંગળવારે ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે આસારામ બાપુ એક “હેબિચ્યુઅલ ગુનેગાર” છે અને સ્વયંભૂ બાબા પર ભારે દંડની સાથે આજીવન કેદની સજા સાંભળવામાં આવી છે. આસારામને 2013માં એક પૂર્વ મહિલા અનુયાયી દ્વારા નોંધાવવામાં આવેલા બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો. 1997થી વર્ષ 2006 સુધી બન્ને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી હતી અને ત્યાં અવાર નવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આસારામ હાલ રાજસ્થાનના જોધપુરની જેલમાં છે અને હાલ ચાલી રહેલી કેસની સુનાવણીમાં તે વીડિયો કોન્ફરન્સથી જોડાઈ રહ્યો છે.

આસારામ પર એકથી વધુ યુવતીઓ પર દુષ્કર્મના આરોપો છે. એક સગીરાના માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ આસારામની મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 2018માં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. હાલ આસારામ જોધપુર જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં ગંભીર બીમારીઓથી પીડિતા 80 વર્ષના આસારામે સુપ્રીમ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી, જો કે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

આસારામ બાપુ (81) હાલમાં જોધપુરની જેલમાં કેદ છે જ્યાં તે 2013માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં એક સગીર છોકરી પર બળાત્કાર કરવાના અન્ય કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. કોડેકરે કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે આસારામને જે ગુના માટે કોર્ટે દોષિત ઠેરવ્યો છે તેની મહત્તમ સજા આજીવન કેદ અથવા 10 વર્ષની જેલ છે. પરંતુ અમે દલીલ કરી છે કે જોધપુરમાં સમાન અન્ય કેસમાં તે દોષિત છે. આથી તે રીઢો ગુનેગાર છે. તેમણે વિનંતી કરી હતી કે આસારામને એક રીઢો ગુનેગાર તરીકે ગણવામાં આવે અને તેને સખત સજા કરવામાં આવે. કોડેકરે કહ્યું કે બચાવ પક્ષના વકીલે કહ્યું છે કે તેમને આસારામ બાપુને 10 વર્ષની જેલની સજા કરવામાં કોઈ વાંધો નથી.

આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર

આ પણ વાંચો:સુરતમાં બે અલગ-અલગ આપઘાતની ઘટના, બે યુવકોએ ટુંકાવ્યું જીવન: કારણ છે ચોકાવનારું

આ પણ વાંચો:મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં ‘મલ્ટિપલ’ ડર