Not Set/ સાઉદી અરેબિયામાં ફસાયેલા ૧૪ ભારતીય માટે સીએમ જય રામ ઠાકુરે માંગી વિદેશમંત્રીની મદદ

સાઉદી અરેબિયામાં ફસાયેલા ૧૪ ભારતીય માટે હિમાચલ પ્રદેશના સીએમએ વિદેશમંત્રી પાસે મદદ માંગી છે. સીએમ જય રામ ઠાકુરે વિદેશમંત્રીને એક પત્ર લખ્યો છે. સાઉદી અરેબિયામાં ફસાયેલા લોકોમાં ૧૨ લોકો હિમાચલના જયારે બીજા ૨ લોકો પંજાબના છે. આ ભારતીયો ખાડી દેશની જેલમાં બંધ છે. બે સ્થાનિક એજન્ટોએ છેતરામણી કરી હતી. વિદેશમાં નોકરીની લાલચ આપીને પ્રવાસી વિઝા […]

Top Stories India
jairam thakur express 7591 સાઉદી અરેબિયામાં ફસાયેલા ૧૪ ભારતીય માટે સીએમ જય રામ ઠાકુરે માંગી વિદેશમંત્રીની મદદ

સાઉદી અરેબિયામાં ફસાયેલા ૧૪ ભારતીય માટે હિમાચલ પ્રદેશના સીએમએ વિદેશમંત્રી પાસે મદદ માંગી છે.

સીએમ જય રામ ઠાકુરે વિદેશમંત્રીને એક પત્ર લખ્યો છે. સાઉદી અરેબિયામાં ફસાયેલા લોકોમાં ૧૨ લોકો હિમાચલના જયારે બીજા ૨ લોકો પંજાબના છે.

આ ભારતીયો ખાડી દેશની જેલમાં બંધ છે. બે સ્થાનિક એજન્ટોએ છેતરામણી કરી હતી. વિદેશમાં નોકરીની લાલચ આપીને પ્રવાસી વિઝા પર તેમને મોકલ્યા હતા.

પોલીસે શનિવારે જણાવ્યું કે ૧૪ લોકોમાંથી ૧૨ લોકો હિમાચલના મંડીના રહેવાસી છે અને બીજા બે પંજાબના છે.

૧૨ લોકો સાઉદી અરેબિયાની જેલમાં બંધ છે. જયારે બે લોકો એક કંપનીમાં કામ કરી રહ્યા છે. આ લોકો પાસેથી એજન્ટોએ કુલ ૯૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા.