KHALISTANI/ સ્કોટલેન્ડમાં ખાલિસ્તાનીઓ ભારતીય રાજદૂતને ગુરુદ્વારા જતા અટકાવ્યા

સ્કોટલેન્ડમાં બ્રિટિશ ખાલિસ્તાનીઓના એક ગ્રુપે ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીને સ્થાનિક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતાં.

Top Stories World
Mantavyanews 2023 09 30T130235.094 સ્કોટલેન્ડમાં ખાલિસ્તાનીઓ ભારતીય રાજદૂતને ગુરુદ્વારા જતા અટકાવ્યા

ખાલિસ્તાનીઓએ ફરી ગંદા કૃત્યો કર્યા છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ ખાલિસ્તાનીઓના એક ગ્રુપે ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીને સ્થાનિક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાના આમંત્રણ પર ત્યાં ગયા હતા, તેઓ ત્યાં પહોંચ્યા કે તરત જ ત્યાં પહેલાથી હાજર ખાલિસ્તાની સમર્થકોએ તેમને અટકાવ્યા હતા. ખાલિસ્તાનીઓની આ હરકત બાદ ભારતીય રાજદૂતના સુરક્ષાકર્મીઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને સુરક્ષાની સ્થિતિને જોતા તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે કટ્ટરપંથી બ્રિટિશ ખાલિસ્તાનીઓના એક ગ્રુપે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. આમાંથી કેટલાક ખાલિસ્તાનીઓએ કહ્યું કે, તેમને માહિતી મળી કે વિક્રમ દોરાઈસ્વામી આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મીટિંગ કરવા જઈ રહ્યા છે, તેઓ તરત જ અહીં પહોંચ્યા.

તેમણે કહ્યું કે, કેટલાક લોકો ભારતીય રાજદૂત પાસે ગયા અને તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી, ત્યાર બાદ તેઓ ચાલ્યા ગયા. આ ખાલિસ્તાની ગ્રુપે કહ્યું, અમારી તેમની સાથે ઝઘડો થયો હતો. અમને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે બન્યું તેનાથી બહુ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી.

ભારતીય રાજદૂતને રોકવાના મામલે SGPC જનરલ સેક્રેટરી ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું, “જગ્ગી જોહલની ગેરકાયદેસર ધરપકડથી ઈંગ્લેન્ડના લોકો નારાજ છે. તેથી જ આ બધું થઈ રહ્યું છે…અમે ભારતીય દૂતાવાસને કહેવા માગીએ છીએ કે કોઈ પણ પ્રકારનો તણાવ ન સર્જાય. જો કોઈ ગુરુદ્વારામાં રાજદૂત સાથે આવું કંઈક થાય તો શીખોની પ્રતિષ્ઠાને અસર થાય છે. આ પહેલા પણ એક રાજદૂતને માર મારવામાં આવ્યો હતો. અમે આનું સમર્થન કરતા નથી. સમગ્ર વિશ્વમાં શીખોની પ્રતિષ્ઠાને અસર થઈ છે. કોઈપણ ગુરુદ્વારામાં પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ મને ખબર નથી કે તેમના કારણો શું હતા. તેમની મુસાફરીને કારણે કોઈપણ તણાવ ટાળવા માટે તેઓએ તેમને રોકી દીધા હોત.”


આ પણ વાંચો: જામનગર/ US પિઝાના આઉટલેટના પિઝામાંથી નીકળ્યો વંદો, જામનગરમાં આ બીજી ઘટના લોકોમાં રોષ

આ પણ વાંચો: Business/ દેશના 8 કોર સેક્ટરનો વૃદ્ધિ દર 14 મહિનાની ટોચે

આ પણ વાંચો: મોટા સમાચાર/ કેનેડાથી અમદાવાદ આવ્યું 46 લાખથી વધુનું ડ્રગ્સ, આ રીતે થતી હતી ડિલીવરી