જામનગર/ US પિઝાના આઉટલેટના પિઝામાંથી નીકળ્યો વંદો, જામનગરમાં આ બીજી ઘટના લોકોમાં રોષ

જામનગરનો એક્સ આર્મી મેનનો પરિવાર યુએસ પિઝા ઝોનમાં પિઝા ખાવા ગયા હતા. જ્યાંથી પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે.

Top Stories Gujarat Others
પિઝામાંથી નીકળ્યો વંદો
  • જામનગરઃ ફૂડમાંથી વંદો નીકળવાથી ભારે હોબાળો
  • જામનગરમાં આ બીજી ઘટના લોકોમાં રોષ
  • US પિઝામાંથી નીકળ્યો વંદો

Jamnagar News: જો તમે કોઈ જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા જાવ અને તમારા ફૂડમાંથી જીવડા મળે, તો તમારો આખો મૂડ મરી જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. શહેરના US પિઝામાંથી વંદો નીકળવાથી ભારે હોબાળો મચ્યો છે.

બન્યું એવું કે, જામનગરના પટેલ કોલોની 6 નંબર નજીક US પિઝા નામનું રેસ્ટોરન્ટ આવેલ છે, જ્યાં દૈનિક ધોરણે કેટલાય લોકો પિઝા આરોગવા જાય છે, પણ ગતરોજ બન્યું એવ્યું કે એક્સ આર્મીમેન પી.પી.ગોસ્વામી તેમના પરિવાર સાથે યુ.એસ. પિઝામા પર પિઝાની મજા માણવા માટે પહોચ્યા હતા પણ થયું એવું કે પ્લેટ આવતા જ મજા બગડી ગઈ કારણ કે જે પિઝા મગાવ્યા તેમાં પિઝા સાથે જીવાત પણ જોવા મળી હતી જે અંગે એક્સ આર્મીમેને સ્થળ પર રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કરી તો યુ.એસ.પિત્ઝાના સંચાલકે માફી માગી હતી.

ઉલ્જાલેખનીય છે કે, મનગરમાં આવી જ એક ઘટના શુક્રવારે પણ બની હતી. જામનગરના બહુ પ્રચલિત છાશવાલા પાર્લરમાંથી જીવાત મળી આવી હતી. આ ફ્રેન્ચાઇઝની દુકાનો અમદાવાદ સહિત ઘણા શહેરોમાં જોવા મળે છે અને ઘણા લોકોમાં છાશથી લઈ આઇસક્રીમ સુધીની આઇટમો ફેમસ પણ છે. પણ હવે જામનગરમાં આ સમાચાર મળી આવતા ફૂડ વિભાગે પગલાં લેવાની ફરજ પડી છે.

આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર