Vadodra news : વડોદરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. કાલુપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળતા માહોલ ગરમાયો હતો. પ્રાથમિક તપાસમાં સાયકલ ચલાવવા અને હેલોજન લગાવવા બાબતે બબાલ થઈ હોવાનું બહાર આવ્યું હતું.
બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળતા ઘરમાં ઘૂસીને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થલે દોડી આવ્યો હતો. જેમાં પોલીસે ગણતરીની મિનિટમાં મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે ઘટનાસ્ચાથળેથી ચારથી વધુ લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો, ભગવાન ગણેશની કેટલી પરિક્રમા કરવામાં આવે છે…
આ પણ વાંચોઃ નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ભક્તનું નિધન
આ પણ વાંચોઃ યાત્રાધામ અંબાજી ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
