World News/ 9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં

બીબીસીની વિશેષ તપાસમાં સામે આવ્યું છે કે 9/11 Attacksના શંકાસ્પદ ઓમર અલ-બાયોમીના અલ-કાયદા લીડર સાથેના વીડિયો અને પ્લેન ક્રેશના ડ્રોઇંગ્સ સામે આવ્યા છે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
9/11 Attacks

9/11 Suspect Bayoumi Al-Qaida Video News: અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલાને 25 વર્ષ પૂર્ણ થવાના સમયે 9/11  (9/11 Attacks) કાવતરાને લઈને કેટલાક જૂના પુરાવા ફરી ચર્ચામાં આવ્યા છે. BBCની એક તપાસમાં સામે આવેલા વીડિયો ફૂટેજમાં ઓમર અલ-બાયોમી સાઉદી અધિકારીઓ સાથે સંપર્કમાં હોવા ઉપરાંત ભવિષ્યમાં અલ-કાયદાના મહત્વના નેતા બનેલા અનવર અલ-અવલાકી સાથે જોવા મળે છે. આ ફૂટેજ 2001માં FBI સુધી પહોંચી ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

9/11ના બે હાઇજેકર્સ સાથે જોડાણનો આરોપ

બાયોમીનું નામ પેન્ટાગોન પર હુમલો કરનારા નવાફ અલ-હઝમી અને ખાલિદ અલ-મિધાર સાથે જોડાયું હતું. બંનેના એપાર્ટમેન્ટના ભાડાના દસ્તાવેજોમાં બાયોમીનું નામ સામે આવ્યા બાદ અમેરિકન તપાસ એજન્સીઓની નજર તેના પર ગઈ હતી. 9/11ના(9/11 Attacks) પીડિતોના પરિવારો સાઉદી અરેબિયા સામે ચાલી રહેલા કાનૂની દાવામાં આ પ્રકારના પુરાવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, સાઉદી સરકારે આતંકવાદી હુમલામાં(9/11 Attacks) પોતાની સંડોવણીના આરોપોને સતત નકારી કાઢ્યા છે.

અવલાકી સાથે પેઇન્ટબોલ રમતો જોવા મળ્યો

જૂના વીડિયોમાં બાયોમી અને અવલાકી સહિત કેટલાક લોકો પેઇન્ટબોલ રમતા દેખાય છે. કેટલાક લોકો મિલિટરી પ્રકારના કપડાંમાં જોવા મળે છે અને સમગ્ર પ્રવૃત્તિ સૈન્ય તાલીમ જેવી હોવાનું તપાસમાં વર્ણવાયું છે. FBIના કેટલાક અધિકારીઓને મળેલી માહિતી મુજબ, આ પ્રકારની પ્રવૃત્તિનો ઉપયોગ જેહાદી તાલીમ માટે થયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. હુમલા(9/11 Attacks) બાદ બાયોમી બર્મિંગહામ ગયો હતો, જ્યાં 21 સપ્ટેમ્બર 2001ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના નિવાસસ્થાનની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો, તસવીરો અને લગભગ 80 વીડિયો ટેપ મળી હોવાનો અહેવાલ છે. તેમાં એક નોટબુકનું પાનું પણ હોવાનું જણાવાયું છે, જેમાં વિમાનનું ચિત્ર અને તેની ઊંચાઈ તથા અંતર અંગેની ગણતરીઓ જોવા મળી હતી.

FBI સુધી પુરાવા પહોંચ્યા છતાં તપાસમાં પ્રશ્નો

અહેવાલ મુજબ, આ દસ્તાવેજોની નકલો બ્રિટનમાં રહેલા FBI અધિકારીઓ સુધી પહોંચી હતી. પરંતુ સાન ડિએગોના તપાસકર્તાઓ અને 9/11 કમિશન(9/11 Attacks) સુધી આ સામગ્રી યોગ્ય રીતે પહોંચી ન હોવાના સવાલો ઉઠ્યા છે. તપાસ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓએ પણ પુરાવાની માહિતી સમયસર શેર ન થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

બાયોમી અને સાઉદી અરેબિયાનો ઇનકાર

બાયોમી લાંબા સમયથી 9/11 હુમલા(9/11 Attacks) સાથે કોઈપણ પ્રકારનું જોડાણ હોવાનો ઇનકાર કરતો આવ્યો છે. સાઉદી અરેબિયાએ પણ પોતાના અધિકારીઓ સામેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજી તરફ, પીડિત પરિવારોનું કહેવું છે કે નવા જાહેર થયેલા પુરાવાઓ હુમલા પહેલાંના સંપર્કો અને સંભવિત સહાય અંગે વધુ સવાલો ઉભા કરે છે. આ મામલે FBIએ નવા ખુલાસાઓ અંગે જાહેરમાં કોઈ વિગતવાર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હોવાનું જણાવાયું છે.


આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ

આ પણ વાંચો:કોંગોમાં લગ્ન સમારોહ દરમિયાન ભીષણ આગ: ઇમારતમાં ફસાઈ 22 લોકોનાં મોત