Entertainment News : બોલિવૂડથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પોતાના બિનધાસ્ત અભિનયથી અનોખી ઓળખ બનાવનાર પ્રતિભાશાળી અભિનેત્રી રાધિકા આપ્ટે (Radhika Apte) નો આજે જન્મદિવસ છે. કોઈ પણ godfather વગર પોતાના દમ પર સિનેમા જગતમાં સ્થાન બનાવનાર રાધિકા તેની નીડરતા અને કડક વલણ માટે જાણીતી છે. તેની લાઈફનો એક કિસ્સો ખૂબ ચર્ચિત છે, જ્યારે એક તમિલ સિનેમા (Tamil cinema) ના શૂટિંગ દરમિયાન એક સહ-અભિનેતરે તેની સંમતિ વિના જ તેના પગે અયોગ્ય રીતે સ્પર્શ (ગલીપચી) કરવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા કલાકારના આ અયોગ્ય વર્તન સામે રાધિકાએ સહેજ પણ ખચકાયા વગર તેને સેટ પર જ લાફો ચોડી દીધો હતો.
Radhika Apte : થિયેટરથી શરુ કરી આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ સુધીની સફર
7 સપ્ટેમ્બર 1985 ના રોજ પુણેમાં જન્મેલી રાધિકાએ આઠ વર્ષ સુધી કથક નૃત્ય (Kathak dance) ની તાલીમ લીધી છે અને રંગમંચ (થિયેટર) થી પોતાના કરિયરનો પાયો મજબૂત કર્યો હતો. 2005 માં ‘વાહ! લાઇફ હો તો ઐસી!’ થી બોલિવૂડમાં પદાર્પણ કર્યા બાદ તેણે હિન્દી સિવાય મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું. 2015 માં આવેલી ‘બદલાપુર’ અને ‘હન્ટર’ પછી ‘માંઝી: ધ માઉન્ટેન મેન’, ‘ફોબિયા’ અને ‘પાર્ચ્ડ’ જેવી ફિલ્મોથી તેને વૈશ્વિક ઓળખ મળી. ‘પાર્ચ્ડ’ માટે તેને લોસ એન્જલસના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં તથા 2017 માં ‘મેડલી’ માટે ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
ડિજિટલ વર્લ્ડની ‘ઓટીટી ક્વીન’ અને એમી નોમિનેશન
મોટા પડદા ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રાધિકાનો જાદુ ચાલ્યો છે. ૨૦૧૮માં ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’ જેવી સુપરહિટ વેબ સિરીઝ આપીને તેણે ‘ઓટીટી ક્વીન’નું બિરુદ મેળવ્યું હતું. ‘લસ્ટ સ્ટોરીઝ’માં તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ (International Emmy Awards) માં શ્રેષ્ઠ અભિનેત્રીનું નામાંકન પણ મળ્યું હતું. આ સિવાય ‘રાત અકેલી હૈ’ અને ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ માં પણ તેના રહસ્યમય પાત્રોને દર્શકોએ ખૂબ બિરદાવ્યા છે.
આ પણ વાંચો : ફરાહ ખાનના ત્રણેય બાળકો અભ્યાસ માટે વિદેશ ગયા, ભાવુક થઈ ડિરેક્ટરે કહ્યું- ‘મારા દિલના ત્રણ ટુકડા’
આ પણ વાંચો :માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ 100 કરોડ પાર, જાણો ૩૦ દિવસની કમાણીના આંકડા
આ પણ વાંચો :મનોજ તિવારીની દીકરી ઋતિ તિવારીની એન્ટ્રી, સલમાન ખાને આપી ખાસ સલાહ
