Entertainment News/ માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ 100 કરોડ પાર, જાણો ૩૦ દિવસની કમાણીના આંકડા

માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ભક્તિ આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) એ 30 દિવસમાં 100 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચ્યો છે.

Entertainment
Hanuman Ansh Created history

Entertainment News : ભારતીય સિનેમાઘરોમાં ભક્તિ આધારિત ફિલ્મોનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 7 ઓગસ્ટે મોટા પડદે રિલીઝ થયેલી ભક્તિપૂર્વકની સિનેમેટિક ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) એ રિલીઝના એક મહિના બાદ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. ખૂબ જ સીમિત બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર માઉથ પબ્લિસિટી અને લોકોના સકારાત્મક પ્રતિસાદના બળે કમાણીના તમામ સમીકરણો બદલી નાખ્યા છે.

Hanuman Ansh : ધીમી શરૂઆત બાદ કમાણીની પ્રચંડ રફતાર

નિર્માતા-નિર્દેશક ડૉ. વિશાલ ચતુર્વેદીના સાહસિક પ્રયાણે બોક્સ ઓફિસ પર ભારે ધમાકો કર્યો છે. માત્ર 2 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે માત્ર 10 લાખનો બિઝનેસ કર્યો (Box Office Collection) હતો. શરૂઆતના બે અઠવાડિયા સુધી કલેક્શન લાખોમાં સીમિત રહ્યું હતું, પરંતુ ત્રીજા સપ્તાહથી દર્શકોનો ઘોડાપૂર પ્રતિસાદ મળતાં કમાણી ડબલ ડિજિટમાં પહોંચી ગઈ હતી.

30મા દિવસે 100 કરોડ ક્લબમાં ઐતિહાસિક એન્ટ્રી

રિલીઝના ૩૦મા દિવસે ફિલ્મે રુ. 16.50 કરોડનો આંકડો સર કર્યો છે.

નેટ ઈન્ડિયા કલેક્શન: 99.38 કરોડ

ગ્રોસ ઈન્ડિયા કલેક્શન: 117.40 કરોડ

શો એન્ડ ઓક્યુપન્સી: આ સબળ કમાણી દેશભરના 6055 શો અને 62 ટકાની ઓક્યુપન્સી સાથે નોંધાઈ છે.

કોની કથા પર આધારિત છે આ ફિલ્મ?

‘હનુમાન અંશ’ ની વાર્તા ડૉ. વિશાલ ચતુર્વેદીના પુસ્તક ‘ડિવાઈન ડિટૂર: ધેટ ચેન્જ્ડ માય લાઈફ’ પરથી તૈયાર કરવામાં આવી છે, જે ‘સ્વયંભૂ મીડિયા નેટવર્ક’ના બેનર હેઠળ નિર્માણ પામી છે. આ ફિલ્મ નીમ કરોલી બાબા (Neem Karoli Baba)ના દિવ્ય જીવન પર આધારિત ત્રણ ભાગોની શ્રેણી (ટ્રિલોજી) ની પ્રથમ કડી છે.

અભિનેતા શોભિનવ સત્ય અને ચંદન આનંદ અભિનીત આ ફિલ્મ આઝાદી પૂર્વેના સમયગાળામાં ‘લક્ષ્મી નારાયણ’ નામના યુવકની આધ્યાત્મિક યાત્રા રજૂ કરે છે. માતૃછાયા ગુમાવ્યા બાદ પરમાત્માની શોધમાં ઘર ત્યજી ઉત્તર ભારત તરફ પ્રયાણ કરનાર લક્ષ્મી નારાયણ આગળ જતાં ‘નીમ કરોલી બાબા’ તરીકે ખ્યાતિ પામે છે, જેની ભાવનાત્મક રજૂઆત દર્શકોના દિલ જીતી રહી છે.


આ પણ વાંચો :મનોજ તિવારીની દીકરી ઋતિ તિવારીની એન્ટ્રી, સલમાન ખાને આપી ખાસ સલાહ

આ પણ વાંચો :ડોમિનિકન રિપબ્લિકની જોહેરી મોલાએ જીત્યો મિસ વર્લ્ડ 2026નો તાજ

આ પણ વાંચો :‘બિગ બોસ 20’ માં વાગશે શરણાઈ કે ખડકાશે વિવાદ? બાદશાહથી અલગ થયા બાદ પત્ની ઈશા રિખીની ગ્રાન્ડ એન્ટ્રી