Surendranagar News: સુરેન્દ્રનગરના વઢવાણમાં યોજાયેલા લોકમેળા (Wadhwan Lokmela Accident)માં મોડી રાત્રે કરુણ ઘટના બની હતી. મેળામાં રાઈડની મજા માણવા ગયેલી 12 વર્ષની સગીરા મોટા ચકડોળમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વઢવાણ લોકમેળા (Wadhwan Lokmela Accident)માં મોડી રાત્રે સગીરા પાલખીવાળા મોટા ચકડોળની રાઈડમાં બેઠી હતી. દરમિયાન કોઈ કારણસર તે રાઈડ પરથી નીચે પટકાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી મેળામાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
Wadhwan Lokmela Accident:રાઈડ પરથી પટકાતા ગંભીર ઈજા
ચકડોળની રાઈડ પરથી નીચે પટકાતા 12 વર્ષની સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી સગીરાનું કરુણ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મૃતક સગીરા પોલીસ કર્મીની દીકરી હોવાનું સામે આવ્યું
આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. મૃતક 12 વર્ષની સગીરા પોલીસ કર્મીની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. સગીરાના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. લોકમેળા (Wadhwan Lokmela Accident)માં બનેલી આ ઘટનાને પગલે રાઈડની સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માતના સંજોગોને લઈને પણ સવાલો ઊભા થયા છે.
વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વઢવાણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સગીરા કયા સંજોગોમાં ચકડોળની રાઈડ પરથી નીચે પટકાઈ હતી, રાઈડમાં સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા હતા કે નહીં તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:રાજકોટ લોકમેળા પહેલાં ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 90 જેટલા શખ્સોને કડક ચીમકી
આ પણ વાંચો:રાજકોટ : જન્માષ્ટમી લોકમેળાનો લઈ મોટા સમાચાર, ટિકિટના દરમાં રૂ. 5નો વધારો
