Rajkot News: રાજકોટમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય પરંપરાગત લોકમેળા (Rajkot Lok Mela)ને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પરિવાર સાથે સુરક્ષિત રીતે મેળાની મજા માણી શકે તે માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે.
મેળા દરમિયાન ચિલઝડપ, પાકીટચોરી, રોમિયોગીરી અને લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિઓ કરતા હોવાની ભૂતકાળમાં નોંધ ધરાવતા આશરે 90 જેટલા શખ્સોને ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. પોલીસે તમામને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે લોકમેળા (Rajkot Lok Mela)માં આવવું હોય તો પરિવાર સાથે આનંદ કરવા આવવું, પરંતુ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
90 જેટલા શખ્સોને રૂબરૂ બોલાવ્યા
પોલીસે અગાઉ લોકમેળા (Rajkot Lok Mela) સહિત જાહેર સ્થળોએ ચિલઝડપ, પાકીટચોરી, છેડતી, રોમિયોગીરી અથવા લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની માહિતી ધરાવતા શખ્સોની યાદી તૈયાર કરી હતી. આ યાદીના આધારે આશરે 90 જેટલા લોકોને ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં બોલાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.એસ. ચાવડા અને એમ.એલ. ડામોરે તમામને કડક સૂચના આપી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે મેળો શરૂ થવા જઈ રહ્યો છે અને તહેવારોનો માહોલ છે ત્યારે કોઈ વ્યક્તિએ મેળાની શાંતિ અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરવો નહીં.
‘પરિવાર સાથે મેળામાં આવજો, ખોટી દાનત હશે તો કાર્યવાહી થશે’
પોલીસે શખ્સોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમને શા માટે બોલાવવામાં આવ્યા છે તે તેઓ સારી રીતે જાણે છે. મેળામાં પરિવાર સાથે આવીને આનંદ માણવો, પરંતુ એકલા આવીને ચિલઝડપ, પાકીટચોરી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે એવો પણ સંદેશ આપ્યો હતો કે કાયદાની હદમાં રહેશો તો કોઈ મુશ્કેલી નહીં થાય, પરંતુ મેળામાં સામાન્ય નાગરિકોની મજા બગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.
Rajkot Lok Mela અને આસપાસના વિસ્તારમાં પોલીસની નજર
લોકમેળા (Rajkot Lok Mela)માં દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતીઓ અને પરિવારો ઉમટી પડતા હોય છે. ભીડનો લાભ લઈને કેટલાક તત્વો રોમિયોગીરી અથવા લુખ્ખાગીરી કરી માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોવાની શક્યતા રહે છે. આવી પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે.
મેળાના મેદાન તેમજ આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ કરતા લોકો પર પોલીસની વોચ રહેશે. ચિલઝડપ, પાકીટચોરી, છેડતી કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાશે તો આરોપીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ લોકમેળા (Rajkot Lok Mela)માં આવતા નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો અને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે. પોલીસની કડક ચેતવણી બાદ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો:રાજકોટ : જન્માષ્ટમી લોકમેળાનો લઈ મોટા સમાચાર, ટિકિટના દરમાં રૂ. 5નો વધારો
આ પણ વાંચો:રાજકોટ લોકમેળાને લઇ મોટા સમાચાર, સરકારે SOP જાહેર કરી, RCC ફાઉન્ડેશન ફરજિયાત નહી
