15 લાખથી વધુ ભાવિકો દર્શન કરશે:ઊંઝાના મેળામાં 550 પાટીદાર સોસાયટીના સંઘ પહોંચશે.સંકેત ઠાકર પહેલા જગપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં, ભાદરવા મહિનામાં મેળાનું આયોજન થાય છે, પરંતુ હવે ઊંઝાના પ્રસિદ્ધ ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા પહેલીવાર મેળા યોજાશે.મંદિરના મંત્રી દિલીપ નેતાજીના જણાવ્યા અનુસાર લોકો અંબાજી દર્શનાર્થે સંઘ જતા હોય છે, ત્યારે અમારા મંદિરમાં પણ ધજા અર્પણ કરી જતા હોય છે, આ સંઘનું મંદિર દ્વારા દર વર્ષે સ્વાગત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અમારા દ્વારા નક્કી કર્યું છેે, કે ઊંઝામાં મેળાનું આયોજન થાય. 7 દિવસીય મેળામાં આશરે 15 લાખથી વધુ લોકો ‘મા ઉમિયા’ના દર્શન માટે આવશે. મેળાનાં સંચાલન માટે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 40થી વધુ કમિટીને જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે 3000 વધુ મહિલા મંડળો દ્વારા અમદાવાદમાં વસતાં પાટીદારો માટે ધજા બુકિંગ કર્યું છે. અત્યાર સુધીમાં શહેરની 550થી વધુ પાટીદાર સોસાયટીઓ દ્વારા ઊંઝા સંઘમાં ભાગ લેશે.2 મહિના અગાઉ ધજા માટે સુરતના વેપારીને 22 હજાર મીટર કાપડનો ઓર્ડર અપાયો
કેટલા દિવસનો મેળો ભરાશે | ભાદરવા સુદ અગિયારસ 14 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકથી મેળાની સાથે, ધજા મહોત્સવનું રજીસ્ટ્રેશન અને નિજ મંદીરે ધજાઓ સ્વીકારવામાં આવશે. અગીયારસથી લઈ પુનમ સુધી સવાર 9થી બપોરે 3 વાગ્યા સુધી નિત્યક્રમ ધજા ચઢાવવામાં આવશે. ધજા માટે એડવાન્સ બુકિંગ કરાવનારા દરેક ભકતે સંસ્થા દ્વારા અપાયેલી પહોચ બતાવીને રજીસ્ટર કાઉન્ટર પરથી ધજા મેળવવાની રહેશે. ધજા પૂજન વિધિમાં બે વ્યકિતઓ બેસી શકશે. ધજા પૂજન સમયના 30 મિનિટ પહેલાં ઉમીયા બાગમાં ધજાના કાઉન્ટર પરથી ધજા આપવામાં આવશે. ધજા પૂજન પછી 168 ધજાના યજમાન એક સાથે ઉમિયા બાગથી વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે મંદીર પહોચશે.
11111 ધજા જી માટે સુરતમાં ઓર્ડર આપવામાં આવ્યો હતો. સુરતના કાપડ વેપારી દ્વારા તમામ ધજાજી તૈયાર કરવામાં આવી છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 22 હજાર કાપડની ધજાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સુરતના 15થી વધુ કારીગરો દ્વારા તમામ ધજા 24 કલાક કામ કરી તૈયાર કરી છે, સાથે ધજા માટે સુરતનું સાટિન (લિસ્સું કાપડ) દ્વારા આ ધજા તૈયાર કરવામાં આવી છે. તમામ ધજા તૈયાર થયા બાદ ઊંઝા મંદિરમાં પૂજા કરીને મોકલવામાં આવશે.> દિલીપ મહેતા, અગ્રણી, ઊંઝા મંદિર
આ વર્ષે પહેલીવાર યોજાનાર ભાદરવી પુનમના મેળામાં આશરે 300થી વધારે સંઘો ઉંઝા આવશે. આ તમામ સંઘોનું ઉંઝા ઉમિયા મંદીરથી 1કિલોમીટર દૂર ઉતારો આપવામાં આવશે અને ત્યાંજ તમામનું સ્વાગત થશે. મંદીરના અગ્રણીના જણાવ્યા અનુસાર પહેલીવાર યોજાનારા માં ઉમિયાનાં સાનિધ્યમાં ભાદરવી પૂનમનો મેળો-શ્રધ્ધા ભકિત સાથે ઉજવણી કરવામાં આવશે. આ મેળામાં 25 લાખથી વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે.
આ પણ વાંચો:બનાસકાંઠાની સ્કૂલની શિક્ષિકા આઠ વર્ષથી સ્કૂલે ન આવવા છતાં લે છે પગાર
આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત
આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં
