Not Set/ શિવસેના નેતા ગુલાબરાવ પાટીલનો દાવો, ભાજપનાં નેતા એકનાથ ખડસે અમારા સંપર્કમાં છે

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ત્રણેય પક્ષો આ સરકારને સ્થિર રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્યનાં કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા ગુલાબરાવ પાટીલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતા એકનાથ ખડસે મારા સંપર્કમાં છે. એટલું જ નહીં […]

Top Stories India

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ત્રણેય પક્ષો આ સરકારને સ્થિર રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્યનાં કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા ગુલાબરાવ પાટીલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતા એકનાથ ખડસે મારા સંપર્કમાં છે. એટલું જ નહીં પાટિલે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે. આપને જણાવી દઇએ કે ભાજપનાં વરિષ્ઠ નેતાએ અનેક પ્રસંગોએ તેમના પક્ષનાં સભ્યો સાથે મતભેદો વ્યક્ત કર્યા હતા.

તાજેતરનાં ઇન્ટરવ્યૂમાં ખડસેએ કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા ગિરીશ મહાજન તેમની રાજકીય યાત્રા સમાપ્ત કરવા માગે છે. પરંતુ બાદમાં તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા ખડસેએ કહ્યું કે અમારી વચ્ચે કેટલીક ગેરસમજો છે જેનો ટૂંક સમયમાં સમાધાન થશે. માધ્યમો સાથે વાત કરતા ગુલાબરાય પાટીલે કહ્યું કે, મેં અને ખડસેએ જિલ્લા પરિષદની ચૂંટણી અંગે વાત કરી છે, તેઓ અમારી મદદ માટે સંમત છે. તેમનું નેટવર્ક અમારા માટે મદદરૂપ થશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારી જીલ્લા પરિષદમાં શું તાકાત છે, ત્યારે પાટિલે કહ્યું કે મેં કહ્યું છે કે અમારી સંખ્યા ઓછી છે, પરંતુ ભાજપનાં પાંચ સભ્યો અને ખડસે અમારા સંપર્કમાં છે. હું ઉદ્ધવ જીને મળીશ, આ બાબતમાં તેઓ શું નિર્ણય લેવા માગે છે તે તેમના પર છે. જમાવી દઇએ કે શિવસેનાએ વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે લડી હતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી શિવસેનાએ મુખ્યમંત્રીની ખુરશીની માંગ શરૂ કરી દીધી, જેના કારણે ભાજપ અને શિવસેના એક બીજાથી અલગ થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.