અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારી ગ્રાન્ટ પર નિર્ભર ના રહેવું પડે એટલી મોટી આવક કર વસુલાત દ્વારા થઈ છે. મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.954 કરોડ તથા તમામ ટેક્ષ મળીને રૂ.1200 કરોડ કરતા પણ વધુ આવક થઈ છે. ચાલુ નાણાંકીય વરસે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં જ ટેક્ષ પેટે 1000 કરોડ રૂપિયા કરતા વધુ આવક થઈ છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 09 મહિનામાં જ ટેક્ષ ખાતાએ રૂ. એક હજાર કરોડની ‘મેજીક ફીગર’ ને પાર કરી દીધી છે.2018-19ના વર્ષમાં મનપાને મિલકત વેરા પેટે રૂ.951.31 કરોડ, પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂ.174.34 કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂ.91.86 કરોડ મળી કુલ રૂ.1217.51 કરોડની આવક થઈ હતી.
આ કર વસુલીની આવક ગત વર્ષે ડીસેમ્બરના અંત સુધીમાં થયેલ આવક કરતા 82 ટકા વધુ છે.2018-19માં 1 જાન્યુઆરી સુધી મિલકત વેરા પેટે રૂ.660.78 કરોડ, પ્રોફૈશ્નલ ટેક્ષ પેટે રૂ.130.51 કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂ.70.62 કરોડની આવક થઈ હતી.
આમ, ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે 20.46 તથા પ્રોફેશ્નલ ટેક્ષમાં 11.41 ટકા વધુ આવક થઈ છે. જ્યારે વ્હીકલ ટેક્ષની આવકમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. વ્હીકલ ટેક્ષમાં મંદીની અસર જાવા મળી રહી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષની શરૂઆતમાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. સદ્દર યોજના અંતર્ગત 2018-19 માં રૂ.367. 30 કરોડની આવક થઈ હતી. જ્યારે 2019-20માં રૂ.426.89 કરોડની આવક થઈ છે.
નોંધનીય બાબત એ છે કે જૂન 2018માં મિલકત વેરા પેટે માત્ર રૂ.9.40 કરોડ મળ્યા હતા. જ્યારે જુન-2019માં પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂ.21.31 કરોડની આવક થઈ હતી. જુલાઈ-18માં મિલકત વેરા પેટે રૂ.27.03 કરોડની આવક સામે જુલાઈ 2019માં રૂ.76.78 કરોડની આવક થઈ છે. આમ, વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ મિલકત વેરા પેટે રૂ.524.91 કરોડની આવક થઈ હતી. જે ગત નાણાંકીય વર્ષની કુલ આવક કરતા 50 ટકાથી વધુ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં મેળવેલ આવકના લગભગ 80 ટકા થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
