Not Set/ સરકાર બચાવા ભાજપ તોડ જોડ કરી રહી છે: અહેમદ પટેલ

અમદાવાદ, કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. ત્યારે સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ અમદાવાદ પહોંચ્યા હતા અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સીડબ્લ્યુસીની બેઠકની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તો આ સાથે અહેમદ પટેલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અહેમદ પટેલે ભાજપ પર નિશાન સાધ્તા કહ્યું […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. ત્યારે સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ અમદાવાદ પહોંચ્યા હતા અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સીડબ્લ્યુસીની બેઠકની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

તો આ સાથે અહેમદ પટેલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અહેમદ પટેલે ભાજપ પર નિશાન સાધ્તા કહ્યું હતું કે ભાજપ સરકાર ટકાવી રાખવા માટે રઘવાયી બની છે એટલે જ કોંગ્રેસી નેતાઓને ભાજપમાં જોડી રહી છે.

ભાજપની માનસિકતા જ તોડફોડની છે. કોંગ્રેસ બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, આદિવાસીઓને જંગલમાં જમીન સહિતના મુદ્દે લોકસભા ચૂંટણીમાં આગળ વધશે તેમ અહેમદ પટેલે જણાવ્યુ હતુ.

CWC Meeting LIVE: કોંગ્રેસની CWCની બેઠક શરુ,CWCની બેઠકમાં હાર્દિકને અપાયો પ્રવેશ

વધુમાં તેમને જણાવ્યું હતું કે ભાજપ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે રાષ્ટ્રવાદની વાત કરે છે પણ એકપણ ભાજપના નેતાએ આઝાદીની લડાઈમાં બલિદાન આપ્યુ નથી.