Gandhinagar News: અમદાવાદ જિલ્લા ડેરી સઘ અને દહેગામ (Dahegam) તાલુકાના પશુપાલકો (Pastoralists) વચ્ચે દૂધના ભાવના મુદ્દે ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેના કારણે દહેગામના પશુપાલકોએ વિધાનસભાના ઘેરાવની ચેતવણી આપતા આખુ ગાંધીનગર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ગાંધીનગરના પોલીસ તંત્રમાં આના કારણે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગર પોલીસે તેના કારણે વધારાની કુમકો પણ બોલાવી લીધી છે.

દહેગામના પશુપાલકો (Pastoralists)આકરા પાણીએ
દહેગામ (Dahegam) તાલુકા અને અમદાવાદ જિલ્લા ડેરી સંઘ (ઉત્તમ ડેરી) વચ્ચેના વિવાદનું મૂળ દૂધનો ભાવ અને સીમાંકન છે. દહેગામ તાલુકો પહેલા અમદાવાદમાં હતો, પણ વર્ષો પહેલા આ તાલુકો અમદાવાદ જિલ્લામાંથી છૂટો પડીને ગાંધીનગર જિલ્લામાં ભળ્યો હતો. જો કે દૂધ સહકારી મંડળીના નિયમ મુજબ દહેગામના ગામડાઓ હજી સુધી અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ઉત્તમ ડેરી)ના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

ઉત્તમ ડેરીમાં દૂધનો ભાવ મળતો ન હોવાનો આક્ષેપ
દહેગામના પશુપાલકોનો આક્ષેપ છે કે તેમને ઉત્તમ ડેરી (Uttam Dairy)માં દૂધનો ભાવ મળતો નથી. આથી વધુ સારા વળતરની આશાએ દહેગામના પશુપાલકોએ ( Pastoralists) દિવાળી પછી ગાંધીનગરની મધુર ડેરી (Madhur Dairy) માંથી દૂધ ભરવાનું શરૂ કર્યુ હતું. આના પગલે ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડે તેની સામે રજિસ્ટ્રાર ઓફ નોમિનીઝમાં રજૂઆત કરી હતી. તેથી બોર્ડે દહેગામનું કાર્યક્ષેત્ર અમદાવાદનું ગણીને મધુર ડેરીને દૂધ લેવા સામે સ્ટે ઓર્ડર એટલે કે મનાઈહુકમ આપ્યો હતો.

પશુપાલકોની માંગ
આમ પશુપાલકોની માંગ છે કે અમે હવે ગાંધીનગર જિલ્લામાં આવતા હોવા છતાં પણ અમારી દૂધ સહકારી મંડળીને આજે પણ ગાંધીનગર જિલ્લામાં ગણવામાં આવતી નથી. તેના કારણે અમે ગાંધીનગર જિલ્લામાં અમારી મરજી મુજબ દૂધ ભરી શકતા નથી આ અમને થતો મોટો અન્યાય છે. જિલ્લા વિભાજનને આટલા વર્ષો થયો હોવા છતાં દહેગામની દૂધ ઉત્પાદક મંડળીને શા માટે અમદાવાદમાં ગણવામાં આવે છે તેવો વાંધો તેમણે ઉઠાવ્યો છે. તેમની મુખ્ય માંગ એ છે કે દહેગામની આ મંડળીને અમદાવાદમાંથી ગાંધીનગર જિલ્લામાં ગણવામાં આવે. તેની સાથે તેમને ગાંધીનગરમાંથી દૂધ ભરવા દેવાની છૂટ આપવામાં આવે.
પશુપાલકોનું આંદોલન
પશુપાલકો તેમની આ માંગને લઈને જ આંદોલન કરવા ઉતર્યા છે. તેથી પશુપાલકો ગાંધીનગર તરફ કૂચ કરે તે પહેલાં જ ગાંધીનગર પોલીસ સાવધ થઈ ગઈ હતી. દહેગામના મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી હતી. તેમા નેહરુ ચોકડી, હરસોલી ચોકડી, બાયડ ચોકડી અને ગાંધીનગર તરફ જતાં બધા માર્ગો પર પોલીસ ચોકી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો
આ પણ વાંચો: પંચમહાલ ડેરીની ચૂંટણી 20 સપ્ટેમ્બરે યોજાશે, 31 ઉમેદવારી ફોર્મ ભરાયા
આ પણ વાંચો: મહેસાણાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ડેરીમાં ફરજ બજાવતા ટેસ્ટરે કરી ઉચાપત
