Gandhinagar News/ ગેસના બાટલાના મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર આક્રમક વિરોધ પ્રદર્શન

ગુજરાતભરમાં પ્રવર્તતી ગેસના બાટલા (LPG)ની અછત સામે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. તેણે વિધાનસભા ભવન બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેની સાથે ગુજરાતના વિવિધ શહેરોમાં દેશના બાટલાની અછત પ્રવર્તી રહે છે તેમ જણાવ્યું હતું.

Top Stories Gandhinagar Gujarat Breaking News
LPGને લઈને કોંગ્રેસનો વિધાનસભા બહાર આક્રમક વિરોધ

Gandhinagar News:  ખાડીયુદ્ધ (Gulf War) ના કારણે ભારતની ગેસ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. તેના કારણે કોંગ્રેસે (Congress) પણ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગેસના સિલિન્ડર(LPG)ની અછતની અસરમાંથી ગુજરાત પણ બાકાત રહ્યુ નથી. ગેસના સિલિન્ડર (LPG)ની અછતના લીધે ગુજરાતમાં કેટલાય રેસ્ટોરાની કામગીરી બંધ પડી ગઈ છે અથવા તો બંધ થવાના આરે છે. કોંગ્રેસ (Congress)આ મુદ્દાને લઈને રસ્તાથી લઈને વિધાનસભા સુધી હોબાળો મચાવી રહી છે.

લાંબા સમય પછી કોંગ્રેસનો જોવા મળ્યો આક્રમક અંદાજ

કોંગ્રેસે (Congress) આ વખતે અનોખો વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત (Amit Chavda) ચાવડા ખભા પર સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા હતા, જ્યારે તુષાર ચૌધરી (Tushar Chaudhary) માથા પર લાકડા લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ “શું તમારો વિચાર કામ લાગ્યો?” લખેલા પોસ્ટરો સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન પણ ચર્ચાનો વિષય બન્યું છે. લાંબા સમય પછી કોંગ્રેસ આટલી આક્રમક જોવા મળી છે.

ગેસ સિલિન્ડર (LPG), લાકડા અને ગાયના છાણ સાથે કોંગ્રેસનો વિરોધ

દેશ અને રાજ્યમાં ગેસની અછત (Scarcity) ને લઈને કોંગ્રેસે આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની બહાર એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસ સિલિન્ડર, લાકડા અને ગાયના છાણ સાથે વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર આ મુદ્દા પર યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે.

લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે: ચાવડા

કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે આજે લોકોને ગેસ સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ગૃહિણીઓને (Housewives)ગેસ મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી કરવાની ફરજ પડી રહી છે, જે સરકારની નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે ફુગાવાના સમયમાં ગેસની અછતએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે અને ઉદ્યોગો પર પણ નકારાત્મક અસર પડી રહી છે.

સરકાર તાત્કાલિક ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરેઃ કોંગ્રેસ

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે પેટ્રોલિયમ અને ગેસ પુરવઠાના મુદ્દે વડા પ્રધાનના અમેરિકા સમક્ષ શરણાગતિને કારણે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારે તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ જેથી જનતાને રાહત મળે. તેમણે ચેતવણી આપી હતી કે જો વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં ગેસ સંકટ આવી શકે છે. કોંગ્રેસે માંગ કરી હતી કે સરકાર ગેસ પુરવઠા અને ફુગાવાના મુદ્દાઓને ઉકેલવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લે.


આ પણ વાંચો: ગુજરાતમાં LPGનો પૂરતો જથ્થો, ગભરાવાની જરૂર નથી

આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!

આ પણ વાંચો: સરકારે LPG સિલિન્ડરોના સંગ્રહને રોકવા માટે ESMA કર્યો લાગુ