Gandhinagar News/ ગુજરાતમાં LPGનો પૂરતો જથ્થો, ગભરાવાની જરૂર નથી

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ગુજરાતમાં LPG સપ્લાય અંગે સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં ઘરેલું ઉપયોગ માટે પૂરતો LPG સ્ટોક ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. સાથે જ એક ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે હવે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાળાબજારી અને ગેરકાયદેસર સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
LPG સિલિન્ડર બુકિંગ માટે હવે 25 દિવસનો નિયમ

Gandhinagar News: મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ એલપીજી સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.

LPG સિલિન્ડર માટે નવો નિયમ!

ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્‍દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્‍ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ LPG ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.

પરંતુ, એલપીજીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલપીજી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જોગવાઈ છે.


આ પણ વાંચો:ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!

આ પણ વાંચો:સરકારે LPG સિલિન્ડરોના સંગ્રહને રોકવા માટે ESMA કર્યો લાગુ  

આ પણ વાંચો:LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ