ahmedabad news ગુજરાતમાં શરાબીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરમિટ લઈને દારુ (leaker) પીનારાની સંખ્યામાં ધીરેધીરે વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલમાં આ વર્ષે 4 મહિનાની અંદર જ નવી પરમિટ (permit) માટે 221 અરજીઓ આવી છે.
અમદાવાદમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલ (hospital) માં જ સાલ 2023થી એપ્રિલ 2025 સુધી દારુ (leaker) ની પરમિટ (permit) ની નવી 1759 જેટલી અરજીઓ આવી ચૂકી છે. ઉપરાંત રિન્યુ માટે 7255 અરજીઓ આવી છે. ત્યારે જાણ્યા મુજબ નવી અરજી માટે 20 હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે. તો નવી પરમિટ માટેની અરજીથી સિવિલમાં જ રોગી કલ્યાણ સમિતિને આશરે 3.51 કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. સિવિલની અંદર આ પરમિટની અરજીઓ નશાકારી કચેરીમાં મોકલાય છે. જ્યાંથી આ અરજીઓની રિજેક્શનનું પ્રમાણ 10 ટકા સરેરાશ રહેતું હોય છે.
જે લોકો માનસિક તાણમાં જીવન જીવતા હોય છે. હાઈપર ટેન્શન, અનિદ્રા જેવી સમસ્યાનો સામનો કરતા હોય તેવી પરિસ્થિતિમાં લોકોને હેલ્થ પરમિટ આપવામાં આવે છે. ત્યારે આ પરમિટ આપતા પહેલા ખરેખર અરજીકર્તાને હેલ્થ પરમિટની જરુર છે? તેની ઉમર આવકનો દાખલો જેવા મુદ્દાઓ પર ખૂબ જ બારીકાઈથી ચકાસણી બાદ જ હેલ્થ પરમિટ આપવી કે નહી એ અંગે નક્કી કરવામાં આવે છે. જો કોઈ અરજી શંકાસ્પદ લાગે તો તેને રદ કરી દેવામાં આવતી હોય છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
