Not Set/ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનાં હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારોએ ‘હાથ’નો સાથ છોડી AAP નું ‘ઝાડુ’ પકડ્યું

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસનાં હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યોં છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસનાં હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યોં છે. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલિયાએ આમ‌ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તમામનુ સ્વાગત કર્યું હતુ.

ગુડ ન્યુઝ / બ્રિટનના રાજવી પરિવારમાં વિવાદ બાદ પુત્રીના જન્મના વધામણા, પ્રિન્સ હેરી બીજી વખત બન્યા પિતા

સુરેન્દ્રનગર જીલ્લામાં તાલુકા અને જીલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યોં હતો. એમાય કોંગ્રેસ હસ્તકની જીલ્લા પંચાયતમાં પણ ચૂંટણી બાદ ભાજપનો ભગવો લહેરાતા કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. આથી સુરેન્દ્રનગર શહેરનાં પૂર્વ પ્રમુખ કમલેશભાઇ કોટેચા અને પૂર્વ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને સુરેન્દ્રનગર જીલ્લા માલધારી સેલનાં પ્રમુખ સતિષભાઇ ગમારા અને પૂર્વ વઢવાણ શહેર ઉપ પ્રમુખ જીતુભાઇ દલવાડીએ બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યોં છે.

વરસાદ / રાજકોટના વિસ્તારોમાં ધૂળની ડમરી-ગાજવીજ સાથે વરસાદ,આજી-2 ડેમ ઓવરફલો-એક દરવાજો 0.5 ફૂટ ખોલ્યો

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલિયાએ આમ‌ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તમામનુ સ્વાગત કર્યું હતુ. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં હોદ્દેદારો, પુર્વ હોદ્દેદારો સહીત અંદાજે 50થી વધુ લોકો‌ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલમાં ગરમાયો વ્યાપી યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ‌આમ‌ આદમી પાર્ટી વધુ મજબૂત અને સંગઠીત થઈ એક મોટા અને સક્ષમ રાજકીય પક્ષ તરીકે રાજ્ય સહિત દેશમાં લડત આપશે તેવું આહવાન પણ‌ કરવામાં આવ્યું હતુ.