Not Set/ ભરૂચમાં જીવંત વીજતારને અડકી જતાં એક યુવકનું મોત

ભરૂચમાં એક જીવંત વીજતારને અડકી જતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે 12 વાગ્યાન આસપાસ મહારાષ્ટ્રની ટ્રક જંબુસરથી ભરૂચ તરફ આવતી હતી.અને આમોદ તાલુકના સમની ફાટક પાસેથી પસાર થતી હતી.આ દરમિયાન ટ્રકને કોઇ કારણસર હાઇ ટેન્શન વાયર નડતાં તેને હટાવવા માટે કલીનર ટ્રક ઉપર ચડ્યો હતો અને જીવંત વીજતારને અ઼ડકી જતાં આ […]

Gujarat

ભરૂચમાં એક જીવંત વીજતારને અડકી જતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે 12 વાગ્યાન આસપાસ મહારાષ્ટ્રની ટ્રક જંબુસરથી ભરૂચ તરફ આવતી હતી.અને આમોદ તાલુકના સમની ફાટક પાસેથી પસાર થતી હતી.આ દરમિયાન ટ્રકને કોઇ કારણસર હાઇ ટેન્શન વાયર નડતાં તેને હટાવવા માટે કલીનર ટ્રક ઉપર ચડ્યો હતો અને જીવંત વીજતારને અ઼ડકી જતાં આ યુવક ગંભીર રીતે દાઝતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.