Gujarat News : EDની ગુજરાત સહિત અન્ય બે રાજ્યોમાં PMLA અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે તપાસ કરવામાં આવતા ડિજિટલ ઉપકરણ સહિત 41 લાખની રોકડની રિકવરી કરવામાં આવી છે. તે સિવાય અમદાવાદમાં પણ EDનું વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
PMLA અંતર્ગત કાર્યવાહી
ઉપરાંત EDએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં પણ તપાસ હાથ ધરી છે. મિઝોરમના ઐઝોલ અને ચંફઈ તથા આસામના શ્રીભૂમિમાં EDએ કાર્યવાહી કરી છે. મિઝોરમમાં પોલીસની NDPSની ફરિયાદના આધારે EDએ તપાસ હાથ ધરી છે.
EDએ 6 શખ્સો પાસેથી હેરોઈન જપ્ત કર્યું છે. જેની કિંમત 1.41 કરોડ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

