‘મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, હાથ લગાઓ ડર જાયેગી, બહાર નીકાલોગે તો મર જાયેગી’
માછલી સાથે સંકળાયેલી આ બાળ કવિતાની પંક્તિ આજે નારી સાથે બરોબર બંધ બેસી રહી છે. રોજે રોજ સમાજમાં બનતી દુષ્કર્મની ઘટનાઓએ આજે આ પંક્તિઓને નારી ને બંધ બેસતી કરી મૂકી છે. જેને પગલે આજે મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાને સક્ષમ બનાવવા માટે સુરત ખાતે એક ખાસ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત સહિત રાજ્યમાં અને દેશમાં મહિલાઓ ,યુવતીઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતીના કિસ્સો સામે આવી રહયા છે. ત્યારે આવા સંજોગોમાં સુરતની એક શાળા દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમનું અનોખું આયોજન કર્યું છે.
સુરતમાં નારી પોતાની પોતે જ સુરક્ષા કરી શકે પ્રકારનું આ શાળા દ્વારા અનોખું તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.સુરતના અડાજણ ખાતે આવેલ વિદ્યાકુંજ સંકુલ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં શાળામાં અભ્યાસ કરતી 5 થી 12 ધોરણ સુધીની વિદ્યાર્થીનિઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
સુરત / પવિત્ર સંબંધો થયા શર્મશાર, 25 વર્ષીય ભત્રીજાએ 65 વર્ષીય ફોઈ સાથે કર્યું દુષ્કર્મ
જેમાં વિદ્યાર્થીનીઓને મેન્ટલી એન્ડ ફીજીકલી ટ્રેનિંગ આપવામાં આવે છે ઉપરાંત વિદ્યાર્થીની અને મહિલાઓ કોઈ પણ મુશ્કેલી મુકાય અને સહાય ન મળે ત્યારે પોતાની રક્ષા પોતે કરી શકે તે માટે ફિટનેસ ,કરાટે અને લાઠી દાવની ત્વરિત સ્વરક્ષણની વિના મૂલ્યે ખાસ તાલીમ આપવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે આ તાલીમ કેન્દ્ર માં માત્ર શાળાની વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ અન્ય તમામ મહિલાઓ ,યુવતી પણ તાલીમ લેવા માટે જોડાઇ શકે છે અને મોટી સંખ્યામાં જોડાઈ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
