Sabarkantha News/ હિંમતનગરમાં SMCએ લાખો રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપ્યા

5 વર્ષ પહેલા પણ ઈરફાન 35 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટી બાદ ફરી ડ્રગ્સનો વેપાર શરુ કર્યો હતો. SMCએ ફરાર ઈરફાન પઠાણને ઝડપવા શોધખોળ હાથ ધરી છે.

Gujarat Top Stories Others

Sabarkantha News:  હિંમતનગર (Himmatnagar)ના ઝાહિરાબાદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) રૂપિયા 19.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. મદની સોસાયટીમાંથી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરનાં ઝાહિરાબાદમાં SMCએ રૂપિયા 19.52 લાખની કિંમતનો 195.285 ગ્રામ MD ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. મદની સોસાયટીમાં આરોપીના ઘરમાંથી SMCએ ડ્રગ્સ ઝડપી બે આરોપી ખુર્શીદ પઠાણ અને નોમાનમીયાં પરમારને પણ પકડી લીધા છે. ખુર્શીદ પઠાણના ઘરમાં વેચાણ માટે ડ્રગ્સનો જથ્થો રખાયો હતો, આરોપી ઈરફાન પઠાણ MPથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.

5 વર્ષ પહેલા પણ ઈરફાન 35 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટી બાદ ફરી ડ્રગ્સનો વેપાર શરુ કર્યો હતો. SMCએ ફરાર ઈરફાન પઠાણને ઝડપવા શોધખોળ હાથ ધરી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે SMCએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સની હેરાફેરી કરવામાં કોણ કોણ સંડોવાયેલા છે તેની પૂરી વિગતો મેળવવાનો સ્ટેટ મોનિટરિંગ પોલીસ (State Monitoring Cell) પ્રયાસ કરી રહી છે. નશાબંધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સ (Drugs)ની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ રીતસરની જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં 12 મોટા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે વિદેશી (નાઈજિરિયન) આરોપીઓનો પણ સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SMCએ 24 કલાકમાં NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા; 4 મહિનામાં કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યુ

આ પણ વાંચો:અમદાવાદમાં IIM નજીક રિક્ષામાંથી 5.50 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં M.D ડ્રગ્સ નો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર