Surat News : સુરતમાં M.D ડ્રગ્સ નો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતુ થયું છે. ડ્રગ્સ પેડલર ઝુબેર ફિરોઝ ખાન પઠાણ પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો. ટ્રાફિક શાખાની કચેરીની શોચાલયથી ભાગી છૂટ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
શોચાલયની બારીમાંથી વેહલી સવારે તે ફરાર થઈ ગયો હતો. જેને પગલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ માટે પડકાર ઉભો થયો છે. આ આરોપી 12 કલાક અગાઉ D.C.B ના જાપ્તામાંથી થયો હતો ફરાર થઈ ગયો હતો. રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી તે પકડાયો હતો.તે સમયે તેની પાસેથી 17.59 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદના મકરબામાંથી બે કાશ્મીરી યુવક ચરસ સાથે ઝડપાયા,દોઢ લાખનું ચરસ જપ્ત
આ પણ વાંચો:ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?
આ પણ વાંચો:અમદાવાદમાં વાહન લઇને નિકળ્યા છો તો રાખજો ધ્યાન, શહેરનાં આ વિસ્તારમાં ભૂવામાં પડી રીક્ષા
