- અમદાવાદના સરખેજમાં રોડ પર ભૂવો
- ભૂવો પડતા રીક્ષા ચાલક ભૂવામાં ખાબક્યો
- ભૂવામાં પડતા રીક્ષા ચાલકને પહોંચી ઈજા
- રીક્ષાને બહાર કાઢવાની કામગીરી કરાઈ
- પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા
- 30 મિનિટની જહેમત બાદ રીક્ષા બહાર કઢાઈ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ગઇ કાલે એટલે કે સોમવારનાં રોજ ભારે વરસાદ પડ્યો હતો. જે બાદથી શહેરનાં ઘણા રોડ-રસ્તાઓ ખાડામાં ફેરવાઇ ગયા છે. આ જ કારણ છે કે આજે સવારે શહેરનાંં સરખેજ રોડ પર ભૂવો પડતા એક રીક્ષા ભૂવામાં ખાબકી ગઇ હતી.

આ પણ વાંચો – Political / જીગ્નેશ મેવાણી-કનૈયા કુમાર આજે જોડાઇ શકે છે કોંગ્રેસ પાર્ટીમાં, મળી શકે છે મોટી જવાબદારી
આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં ભારે વરસાદનાં કારણે પાડાનાં વાખે પખાલીને ડામ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જણાવી દઇએ કે, સોમવારનાં રોજ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો હતો, અમદાવાદ શહેરમાં પણ લગભગ 4થી 5 કલાક સુધી સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે કોર્પોરેશનની પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઇ છે. જેનુ તાજુ ઉદાહરણ શહેરનાં સરખેજ વિસ્તારમાં જોવા મળ્યુ છે. જ્યા એક ભૂવો પડી ગયો હતો. ભૂવો પડતા રીક્ષા તેમા ખાબકી હતી. દરમિયાન રીક્ષા ચલાવી રહેલા ચાલકને ગંભીર ઇજા થઇ હતી. જો કે 30 મિનિટની ભારે જહેમત બાદ રીક્ષાને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સમગ્ર ઘટના સરખેજનાં અંબર ટાવર પાસે બની છે.

આ પણ વાંચો – ગાંધીનગર / વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો, વેલમાં આવેલા સભ્યોને અધ્યક્ષે કર્યા સસ્પેન્ડ
જણાવી દઇએ કે, આ ભૂવાની ઉંડાઇ લગભગ 17 ફૂટ છે. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યુ કે, રીક્ષા જ્યારે અહીથી પસાર થઇ ત્યારે જ આ ભૂવો પડ્યો હતો અને ત્યારે રીક્ષા ચાલક રીક્ષા સહિત આ ભૂવામાં પડી ગયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરમા વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોતા એસજી હાઈવે સર્વીસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. જો કે આ ભૂવો પડ્યા બાદ તંત્રની બેદરકારી પણ સામે આવી છે. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી કેવી રીતે કરવામાં આવી તેનુ આ એક તાજુ ઉદાહરણ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
