માંગ/ મંદીના માહોલમાં ખજૂરની માંગમાં વધારો

રમજાન માસમાં ખજૂરની માંગમાં વધારો

Gujarat

કોરોનાના લીધે બજારમાંથી રોનક જતી રહી છે પરતું ખજૂરના વેપારીઓ માટે સારા સમાચાર છે.રમજાન માસની શરૃઆત થતા ખજૂરની માંગમાં વધારો થયો હતો, વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.અમદાવાદ સહિત ગુજરાતના વેપારીઓમાં આનંદ જોવા મળે છે.

ઇસ્લામ ધર્મમાં રમજાન માસને અતિ પવિત્ર માનવામાં આવે છે અને રમજાન માસમાં 30 દિવસ સુધી રોજા રાખવામાં આવે છે. રમજાન માસમાં રોજા રાખનાર વ્યક્તિ ઇફતાર સમય એટલે કે  રોજા છોડવાના સમયે પહેલા ખજૂરથી રોજો છોડે છે. તેના લીધે ખજૂરની માંગમા ખુબ વધારો થયો છે. હોલસેલ માર્કેટમાં પ્રતિદિન 1 થી 2 ટનનો વેચાણ થઇ રહ્યો છે ખજૂરની અલગ અલગ વેરાયટી ઉપલબ્ધ હોય છે. બજારમાં 60 રૂપિયા કિલોથી માંડીને 400 રૂપિયા કિલો સુધીની ખજૂર મળે છે. કલ્મી ખજૂર 350 થી 400 પ્રતિકિલો વેચાય છે.કિમીયા ખજૂર 150 થી 250 સુધી વેચાય છે.ફર્દ ખજૂર200 થૂ 300 કિલો વેચાય છે જયારે દેશી પિંડ ખજૂર 60 થી80 રૂપિયા કિલો વેચાય છે. અન્ય જાતિની ખજૂર પણ હોય છે. સસ્તી પિંડ ખજૂરની માંગ ખુબ વધારે હોય છે. ઇમ્પોર્ટેડ ખજૂર કરતાં તે સસ્તી હોય છે.

કરીયાણાની દુકાન કરતાં અયાજ મન્સપરી કહે છે રમજાનમાસમાં ખજૂરની માંગમાં ખુબ વધારો થયો છે પહેલાની સરખામણીમાં ચારગણો વધારો ખજૂરના વેપારમાં જોવા મળે છે ગુજરાત ખજૂરનો સૌથી મોટું માર્કેટ છે.દેશી ખજૂર અને કિમીયા ખજૂરની માંગ ખુબ છે.