છેલ્લા કેટલાય દિવસથી સરહદી વિસ્તાર બનાસકાંઠા સહીત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આતંકી તીડે ઉત્પાત મચાવ્યો હતો. ખેડૂત અને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયત્નોને કારણે તીડ ને ડામવામાં મહાદ અંશે સફળતા મળી છે. આ આતંકી તીડ એ ખેડૂતને મોટા પાયે નુક્શાશાન પહોચાડ્યું છે. ખેતરોના ખેતરો નો આ આતંકી તીડ દ્વારા સફાયો કરવામાં આવ્યો છે.
આજથી થરાદ વિસ્તારમાં તીડ પ્રભાવિત ગામ માં પાક નુકશાનના સર્વેની કામગીરીર હાથ ધરવામાં આવશે. તીડ પ્રભાવિત પાક નુકશાનનો સર્વે કરાશે. થરાદના તીડ પ્રભાવિત કુલ 16 ગામનો સર્વે કરવામાં આવશે. 10671 હેક્ટરમાં પાકનો નુકસાન સર્વે હાથ ધરાશે.
જુદા જુદા 11 તલાટીઓની ટીમ બનાવી સર્વેની કામગીરીર હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગ્રામપંચાયત સર્વે કરી ખેતીવાડી વિભાગને આ રિપોર્ટ સુપ્રત કરશે. ડેલ,જાદલા,કાશવી,રાંણેસરી,આંતરોલ,તાખુવા, ભરડાસર, નારોલી, રડકા, બેટલીય, વાઘાસણ, સવરાખા, મિયાલ, વાતડાઉ, નાનામેસરા, મોટામેસરા વિગેરે ગામમાં સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવશે.
17 માં દિવસે બનાસકાંઠા જિ.માં તીડનો પ્રકોપ ઓછો થયો છે. તો ધાનેરા તાલુકામાં છુટાછવાયા તીડ હજુ પણ જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
