જૂનાગઢ
જૂનાગઢમાં છેલ્લા કેટલાય દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો.
ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા ઘેડ પંથક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે સ્કૂલ કોલેજોમાં રજાઓ આપી દીધી છે. તેમજ કેશોદના મુખ્ય બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. મગફળીનો પાક નિષ્ફળ જવાના આરે છે. તો બીજી તરફ કેટલાક ગામો સંપર્ક વિહાણા થયા છે. જેમનો સંપર્ક કરવા પ્રયાર કરવામાં આવી રહ્યો છે.
માણાવદરમાં વરસાદને કારણે બાટવાખારો ડેમના 13 દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા નીચેના ભાગમાં આવતા આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તો માણાવદરનો સણોથરા ડેમ ઓવરફ્લો થઈ ગઈ છે. નોળી નદીમાં પૂર આવવાને કારણે નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, જેના પગલે ખેતીને ભારે નુકસાન થયું છે.

સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે, આથી મબલખ પાક થાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે જરૂરી છે.

જોકે, તેમણે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે અતિવૃષ્ટિનો સામનો કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. બાબાપુરામાં ફસાયેલા યુવકને બચાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. એનડીઆરએફની ટીમ કલાક સુધી તૈયારી કરતી રહી અને યુવાન ડૂબી ગયો હતો
