Surat News/ સુરતના સચિન GIDC વિસ્તારમાં મારામારી, વીડિયો વાયરલ

સુરતના સચિન GIDC વિસ્તારમાં જૂની અદાવતને લઈને ઉગ્ર મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ. બંને પક્ષે ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ શરૂ કરી.

Surat Gujarat Trending
CCTV

Surat CCTV Fight Video :સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા અપશબ્દો બોલવાના મામલે થયેલી બબાલની અદાવત રાખી બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં  ચકચાર મચાવી દીધી હતી.

અદાવત રાખી મારામારી કરાઈ

મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં બંને પક્ષો વચ્ચે અપશબ્દો બોલવા બાબતે વિવાદ થયો હતો. તે સમયે મામલો થાળે પડ્યો હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ જૂની રંજિશ રાખી બંને પક્ષો ફરી આમને-સામને આવ્યા હતા. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા જાહેર માર્ગ પર જ મારામારી શરૂ થઈ હતી.

CCTV

સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

આ ઘટનાના સમગ્ર દ્રશ્ય નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. એટલું જ નહીં, મારામારીનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને પક્ષોએ સચિન GIDC પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલાની ગંભીરતા ધ્યાને લઈ CCTV ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવી માહિતી પોલીસ સૂત્રોએ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના પશુ ચિકિત્સકને લાંચ કેસમાં 3 વર્ષની સખત કેદની સજા

આ પણ વાંચો: સુરતમાં અજાણી મહિલાએ 5 વર્ષીય પુત્ર સાથે 14મા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બાળકનું મોત

આ પણ વાંચો: બનાસકાંઠામાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ કેસમાં બેંક તપાસ શરૂ