Banaskantha News : બનાસકાંઠામાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ કેસ મામલો ગરમાયો છે. જેમાં પાલનપુર ACBએ અંકિતા ઓઝાના બેન્ક ખાતાની તપાસ હાથ ધરી છે. અંકિતા ઓઝાના બેન્ક લોકરની તપાસ કરતા અંદરથી 56 લાખથી વધુના સોનાના 10 બિસ્કિટ મળી આવ્યા હતા.
તે સિવાય 7 સોનાની લગડી અને સોના-ચાંદીના દાગીના કબ્જે કરવામાં આવ્યા હતા. આમ બેન્ક લોકરમાંથી કુલ 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ACBએ અંકિતા ઓઝાને 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધી હતી. હાલ ACBએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ