Ahmedabad News/ અમદાવાદમાં કુબેરનગરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી

અમદાવાદમાં કુબેરનગરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી ધી હતી. આ હીચકારા બનાવમાં કુબેરનગરમાં આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવતી સળગાવી હતી.

Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં કુબેરનગરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી ધી હતી. આ હીચકારા બનાવમાં કુબેરનગરમાં આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવતી સળગાવી હતી. બંને વચ્ચે થયેલા ભારે ઝગડામાં પતિએ પત્ની અને તેની માતાને જીવતા સળગાવ્યા હતા. પતિએ જવલનશીલ પદાર્થથી તેની પત્ની અને માતાને સળગાવી હતી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં કસેડવામાં આવ્યા છે. દુકાનમાં મહિલા અને તેની માતાને સળગાવીને શખ્સ ફરાર થઈ ગયો છે. સરદાર નગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

કુબેરનગર વિસ્તારના પડોશીઓના જણાવ્યા મુજબ પતિપત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર ઝગડો થયો હતો. આ ઝગડાના કારણે પતિ આવેશમાં આવી ગયો હતો. તેને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેણે ઘરમાં પડેલો જ્વલનશીલ પદાર્થ તેની પત્ની પર છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. પુત્રીની ચીસો સાંભળીને તેની માતા પણ તેને બચાવવા દોડી આવી હતી. તેના લીધે તે પણ આગની લપેટમાં આવી ગઈ હતી. તેના કારણે તે પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.  પડોશીઓ પણ આ બનાવના પગલે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયરબ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. તેમના પ્રયત્નોના લીધે આખું ઘર આગના હવાલે થતું અટકી ગયું હતું.

આ આખી ઘટના બતાવે છે કે સમાજમાં કૌટુંબિક હિંસા કેટલી વધી રહી છે. લોકો વાતેવાતે હિંસક થઈ જાય છે. રસ્તા પરની મારામારી તો જાણે નવાઈ જ નથી રહી, પણ હવે તો ઘરમાં પણ પતિપત્ની એકબીજા સાથે સંવાદ સાધવાના બદલે આ રીતે મારામારી કરવા પર ઉતરી આવે છે અને એકબીજાનો જીવ લેવા તૈયાર થઈ જાય છે. આ ઘટના સમાજની વધતી જતી હિંસક માનસિકતાનું પણ પ્રતિબિંબ છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું અમદાવાદ : કુબેરનગર સ્થિત આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

આ પણ વાંચો: Kubernagar/કુબેરનગરમાં લોન એજન્ટ મહિલાને બ્લેકમેઈલ કરી 3 લાખ પડાવ્યા

આ પણ વાંચો: AMC/અમદાવાદના કુબેરનગર વોર્ડના કોર્પોરેટરની ગાંધીગીરી ‘જાતે કરી સફાઈ’