Not Set/ નરોડામાં પરિવારોના ત્રણ સભ્યોએ કરી સામૂહિક આત્મહત્યા, વૃધ્ધ માતાને પીવડાવ્યું ઝેર

નરોડા, નરોડામાં કોસ્મેટીક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. વેપારીએ પોતાના પત્ની અને દિકરી સાથે બેડરૂમમાં ગળેફાંસો ખાઈ  75 વર્ષની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. બીજા દિવસે સંબંધીઓએ વેપારીના પરિવારના સભ્યોને ફોન કરતા કોઇએ જવાબ નહીં આપતા […]

Top Stories Ahmedabad

નરોડા,

નરોડામાં કોસ્મેટીક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે.

વેપારીએ પોતાના પત્ની અને દિકરી સાથે બેડરૂમમાં ગળેફાંસો ખાઈ  75 વર્ષની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા.

બીજા દિવસે સંબંધીઓએ વેપારીના પરિવારના સભ્યોને ફોન કરતા કોઇએ જવાબ નહીં આપતા પરિવારના સભ્યોએ ઘટનાની પોલીસની જાણ કરી હતી.

કૃણાલભાઇ, પત્ની કવિતાબહેન અને પુત્રી શ્રીન આ ફ્લેટમાં આશરે એક વર્ષથી ભાડેથી રહેતા હતા. કૃણાલભાઇ કોસ્મેટીકના વેચાણનો વ્યવસાય કરતા હતા.

 પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક છેલ્લા 24 કલાકથી પોતના ઘરમાં હતા. તેમના પરિવારજનો તેમને ફોનથી સંપર્ક કરતા પરંતુ તેઓ ફોન ઉપાડતા ન્હોતા.

પોલીસે દરવાજો તોડતા વૃધ્ધા ગંભીર હાલતમાં મળી આવ્યાં હતા. જ્યારે ફ્લેટના એક બૂડરૂમમાંથી દીકરી સહિત દંપતિના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. પોલીસનું આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થીક હોવાનું પોલીસ માની રહી છે.