Patan News/ પાટણ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી

શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી અને ગોડાઉન ઝડપાયું

Top Stories Gujarat Breaking News

Patan News : પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી અને ગોડાઉન ઝડપી પર કાર્યવાહી કરવામાં આવી હતી. બીજીતરફ ફૂડ એન્ડ ડ્રગ્સની રેડ પડતા જ ફેક્ટરીનો માલિક ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. ફેક્ટરી અને ગોડાઉન બંધ હોવાથી ફૂડ વિભાગે સીલ મારી દીધા હતા.

સીલ કરેલ બંધ ફેક્ટરીમાં લાઇટ, પંખા અને મશીનો ચાલુ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીના તૈયાર ડબ્બા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. માલિક હાજર થયા બાદ સીલ ખોલી વધુ તપાસ હાથ ધરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ