આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં છ મહિનાથી પણ વધારે સમય વિતાવ્યા બાદ ત્રણ અંતરીક્ષ યાત્રી ગુરુવારે ધરતી પર પરત આવ્યા છે.

આ અંતરીક્ષ યાત્રીઓમાં નાસાના સેરેના ઓનન, રશિયાના સર્ગેઈ રોકોયેવ અને જર્મનીના એલેકઝાન્ડર ગર્સ્ત શામેલ છે.
Out for a magnificent walk, yesterday.
(Photo @Astro_Alex @esa) pic.twitter.com/OygoF9Byj0
— Chris Hadfield (@Cmdr_Hadfield) December 13, 2018
આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓ રશિયાના સોયુજ ઉપગ્રહમાં આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે ૫ વાગીને ૨ મિનિટે કઝાકિસ્તાનમાં ઉતર્યા હતા.
Spaceship landing in winter – this morning. Welcome back! pic.twitter.com/0OwfxMjnOy
— Chris Hadfield (@Cmdr_Hadfield) December 20, 2018
આ અંતરીક્ષ યાત્રીઓએ રેડિયો પર તેમની આ યાત્રા વિશે કીધું તેઓ ઘણું સારું મહેસુસ કરી રહ્યા છે. બે અંતરીક્ષ યાત્રી સેરેના અને સર્ગેઈનું આ પ્રથમ મિશન હતું જયારે ગર્સ્તનું આ બીજું મિશન હતું.
યાનમાંથી બહાર આવીને ગર્સ્તે કહ્યું હતું કે ઉડાન ભરીને હું ઘરે જઈ અને ક્રિસમસ દરમ્યાન મારા પરિવારને મળવાની રાહ જોઈ રહ્યો છુ.પરંતુ હજુ અમારું આ મિશન પૂરું નથી થયું.
