Kheda/ અંબાજી, બાદ કપડવંજમાં ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ

હાલ જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલા બનાસકાંઠામાં શિક્ષિકા,પછી અંબાજીમાં શિક્ષક અને હવે કપડવંજમાં શિક્ષક સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી રાખે છે

Gujarat Top Stories Breaking News

હાલ જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલા બનાસકાંઠામાં શિક્ષિકા,પછી અંબાજીમાં શિક્ષક અને હવે કપડવંજમાં શિક્ષક સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી હાજર રાખવાની ઘટના સામે આવી છે. હવે તો જાણે બાળકોનું ભવિષ્ય સંપૂર્ણ રીતે અંધકારમાં હોય તેવું લાગી રહ્યું છે.અંબાજી ની ઘટના બાદ હવે  કપડવંજ માં શિક્ષક ની લાલિયાવાડી  બહાર આવી છે. જી હા…કપડવંજ ના આંતરિયાળ વિસ્તારો માં શિક્ષકોની જાણે અદલાબદલી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે વાટા શિવપૂરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશિષકુમાર ડાહ્યાભાઈ પટેલ ગેરહાજર રહીને પોતાની જગ્યા પર વિજય નામના વ્યક્તિને પોતાની જગ્યા પર પગાર ચૂકવીને રાખે છે. માહિતી અનુસાર આ શિક્ષકનો પગાર રૂ. 80 હાજર કરતા વધુ છે. તેથી આ વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષક ના સ્થાને અન્ય શિક્ષક વિદ્યાર્થીઓ ને ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ખેડામાં આ બીજી ઘટના બની છે જેમાં શિક્ષકની લાલીયાવાડી સામે આવી છે.

ખેડાના કપડવંજના આંતરિયાળ વિસ્તારોમાં શિવપૂરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહેતા હતા અને  આશિષ પટેલની બદલે વિજય નામનો બનાવટી શિક્ષક તેમની જગ્યા પર  હાજર રહેતો હતો .આ બનાવટી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. આપને જણાવી દઈએ આ સમગ્ર મામલે TDO આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

થરાદની પ્રા. શાળા માં પણ દર્શન ભાઈ નામનો શિક્ષક બે વર્ષ થી ગેરહાજર છે જેના કારણે બાળકોના શિક્ષણ પર ખુબ અસર પડી છે. આ શિક્ષક શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજુર કરાવ્યા વગર બે વર્ષથી ગેરહાજર છે.માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડા રહે છે. જાણકારી અનુસાર આ પ્રા.શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી. જેમાં દર્શન ભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છુ અને હવે હું અહીજ રહેવાનો છુ હું શાળામાં આવવાનો નથી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો.

થોડા સમય પહેલા આવીજ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી હતી.ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગઈ છે. આ હોવા છતાં, તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર લઈ રહી છે. તે જ સમયે, વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.હાલ જીલ્લા શિક્ષણ વિભાગ દ્રારા સમગ્ર મામલે શોધખોળ  હાથ ધરાઈ છે. પરંતુ આવા કેટલા શિક્ષકો છે વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા

આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી

આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ