Not Set/ દેશની શહેરી વસ્તીનો ત્રીજો ભાગ કોરોના પોઝિટિવ, ડિસેમ્બર 2020 સુધીમાં કરવામાં આવેલા સિરો સર્વેનો દાવો 

ડિસેમ્બર 2020 સુધીમાં, દેશના 12 શહેરોમાં સર્વેક્ષણ કરાયુ હતું. જેમાંથી 31 ટકા લોકો કોરોનાવાયરસ એન્ટિબોડી માટે સિરો  પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Top Stories India

ડિસેમ્બર 2020 સુધીમાં, દેશના 12 શહેરોમાં સર્વેક્ષણ કરાયુ હતું. જેમાંથી 31 ટકા લોકો કોરોનાવાયરસ એન્ટિબોડી માટે સિરો  પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સર્વેમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની સાથે 12 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિષ્ણાંતો કહે છે કે આ ડેટાનો અર્થ એ છે કે શહેરી વસ્તીનો ત્રીજો ભાગ  કોરોના સંક્રમિત બની ચુક્યો છે.  જો કે, નિષ્ણાતોએ એવો દાવો પણ કર્યો હતો કે કોરોના ચેપના બીજા તરંગમાં સીરો-પોઝિટિવિટીનો દર 31 ટકા કરતા વધુ હોઈ શકે છે. સિરો સર્વેના ઓડિટ રિપોર્ટ અનુસાર, 4.4 લાખ નમૂનાઓનો અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે ખાનગી લેબ્સની સાંકળ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા.

Corona virus diagnostic laboratory starts functioning at Theni , Tamil Nadu

ઓડિટ અનુસાર, વિશાખાપટ્ટનમમાં સિરો સર્વેક્ષણ માટે ટેસ્ટ કરવામાં  આવ્યા હતા. જેમાંથી 33.8 ટકા લોકોમાં  કોવિડ એન્ટિબોડીઝ મળી હતી. કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં વૈશ્વિક આરોગ્ય સંશોધન કેન્દ્રના સંશોધનકારો અને થાઇરોકેર લેબ્સના એ.વેલુમાની અને સી નિકમે સંયુક્ત રીતે આ અભ્યાસ કર્યો હતો. સિરો સર્વે માટે દેશભર માંથી 2200 કલેક્શન પોઇન્ટ્સ પર જાતે ટેસ્ટ કરાવવા વાળા 31 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળી હતી.

Corona Virus Updates | Kaya Responsible Travel

પુણેમાં સૌથી વધુ સિરો -પોઝિટિવિટી છે

સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે,  સ્ત્રીઓની તમામ કેટેગરીમાં સિરો પોઝિટિવિટીનો દર 35 ટકા હતો, જ્યારે પુરુષોમાં તે 30 ટકા હતો. તેમણે કહ્યું હતું કે, બાળકોમાં શીતળાની રસી આપવામાં આવી હોય તેવા વિસ્તારોમાં સિરો  પોઝિટિવિટી ઓછી જોવા મળી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રાજીવ જયદેવેને જણાવ્યું હતું કે પુણેમાં સિરો પોઝિટિવિટીની ટકાવારી 69 ટકા છે. તેમણે કહ્યું કે આ અધ્યયનમાં સમાવિષ્ટ 12 શહેરોમાં દેશના એક તૃતીયાંશ કેસ ગુપ્ત છે. જો તેમાં બીજી તરંગ પણ ઉમેરવામાં આવે, તો વાયરસ ચેપનો ભોગ બનેલા લોકોની સંખ્યા 31 ટકાથી વધુ હશે.

Corona-Virus | EJOT COM

જયદેવેને કહ્યું કે ભારતમાં 77 ટકા લોકો 2 ઓરડાના મકાનોમાં રહે છે. આવી સ્થિતિમાં, લોકો સામાજિક અંતરને અનુસરવાનું શક્ય નથી. વાયરસ વધુ ચેપી બન્યા પછી, બે ઓરડાના ઘરોમાં રહેતા લોકોને  ચેપ લાગવાની સંભાવના 90 ટકાથી વધુ છે.

તેમણે કહ્યું કે જુદા જુદા શહેરોમાં જુદા જુદા સમયે સંક્રમણની પીક  જોવા મળ્યું છે. ગયા વર્ષે, જૂન અને ડિસેમ્બરમાં, દિલ્હીમાં કોરોના ના સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. ચેન્નઈમાં કોરોનાની પીક  જુલાઈમાં આવ્યું હતું, જ્યારે પુણેમાં,  સપ્ટેમ્બરમાં જોવા મળ્યું હતું. જયદેવેને કહ્યું કે જો આપણે આખા દેશની વાત કરીએ તો ગયા વર્ષે સપ્ટેમ્બરના મધ્યમાં કોરોના કેસ પીક ઉપર જોવા મળ્યાહતા.