Not Set/ ગુજરાત હિંસા 2002/ PM નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવા મામલે SC માં ટળી સુનાવણી

2002 ના ગુજરાત રમખાણોના કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવાના કેસમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ગુલબર્ગ સોસાયટી રમખાણો અને હિંસા કેસમાં જાકિયા જાફરીની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી. કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ અહસાન જાફરીના પત્ની જાકિયા જાફરી અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોદી અને એસઆઇટી ના અન્ય સભ્યને ક્લીનચીટને બરકારર રાખવાના નિર્ણયને પડકારવામાં […]

Top Stories Ahmedabad Gujarat

2002 ના ગુજરાત રમખાણોના કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવાના કેસમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ગુલબર્ગ સોસાયટી રમખાણો અને હિંસા કેસમાં જાકિયા જાફરીની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી.

કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ અહસાન જાફરીના પત્ની જાકિયા જાફરી અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોદી અને એસઆઇટી ના અન્ય સભ્યને ક્લીનચીટને બરકારર રાખવાના નિર્ણયને પડકારવામાં આવી હતી. SIT એ 19 નવેમ્બરના રોજ જાકિયા જાફરીની અરજી પર પ્રારંભિક આપત્તિ જતાવતાં તેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ તથ્યનો મુદ્દો છે અને કેટલા સમય સુધી જારી રહેશે.

ઉલ્લેખનીય છે કે અહસાન જાફરી 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં સામેલ હતા. સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને ગોધરામાં આગના હવાલે કરીને 59 કાર સેવકોને જીવતા સળગાવી દીધા બાદ સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી.

8 ફેબ્રુઆરી, 2012એ SITએ નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત 63 અન્ય લોકોને ક્લીનચિટ આપીને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.