Vadodra News : વડોદરામાં 13 માર્ચના રોજ હોળીની રાત્રે થયેલા ચકચારભર્યા અકસ્માત કેસમાં આરોપી રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને અકસ્માત સર્જયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં એક મહિવાનું મોત નીપજ્યુ હતું જ્યારે 8 જણા ઘાયલ થયા હતા. આ બનાવમાં ત્રણ જણા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા,
જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તેના પિતા વારાણસીમાં બિઝનેસમેન છે અને તેણે અકસ્માતના બે કલાક પહેલાં ભાંગનો નશો કર્યો હોવાની પણ કબૂલાત કરી હતીઆરોપી રક્ષિત ચોરસિયાના પિતાનો બનારસમાં સેનેટરી સામાનનો બિઝનેસ છે. માતા ટીનાબેન હાઉસ વાઇફ છે. જ્યારે નાનો ભાઇ અસ્તિત્વ બનારસમાં અભ્યાસ કરે છે. આ ઘટના બનતાં માતા-પિતા વડોદરા આવવા માટે નીકળી ગયાં હતાં.
રક્ષિત ચૌરસિયાનું કહેવું છે કે કિશન વાડી ગધેડા માર્કેટથી અમે નિઝામપુરા જઈ રહ્યા હતા. પાસે અમે મારા મિત્રના ઘરે હોલિકા દહનની ઉજવણી કરવા મળ્યા હતા. જ્યાંથી અમે મારા રૂમ પર જવા માટે નીકળ્યા હતા. મારો મિત્ર મને રૂમ પર મૂકવા આવી રહ્યો હતો. આ સમયે ગાડી થોડી સ્પીડમાં હતી.
મને ઓટોમેટિક કાર ચલાવતા આવડતી નથી અને આ કાર ઓટોમેટિક હતી. કાર સ્પોર્ટ્સ મોડ પર હતી. આ સમયે અચાનક જ અકસ્માત થયો હતો અને એરબેગ ખૂલી ગઈ હતી. જેથી મને આગળનું કંઈ દેખાયું નહોતું. પછી શું થયું તે મને ખબર નથી. મારી કાર 50 થી 60ની સ્પીડે હતી.તેણે જણાવ્યું હતું કે, જે પરિવાર સાથે મેં એક્સિડન્ટ કર્યો છે તેમને હું મળવા માગું છું. હું તેમની માફી માંગવા માગું છું. જોકે સોરી શબ્દ પણ આના માટે ખૂબ નાનો કહેવાય. મેં કર્યો એ ગુનો માફીલાયક નથી.
એ પરિવારે શું ગુમાવ્યું છે, તે મને ખબર છે. આ કાર મારા મિત્રની છે. હું કાર ચલાવતો હતો. તે સમયે નશામાં ન હતો.નબીરાએ સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ સર્કલ તરફ પૂરઝડપે આવતા ત્રણ વાહનચાલકોને ફંગોળ્યા હતા. જેમાં એક માસૂમ બાળકી સહિત 8 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે એક મહિલાએ દમ તોડી દીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ કારચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે કારમાં સવાર અન્ય યુવકને પણ મોડી રાત્રે પકડી લેવામાં આવ્યો હતો. કારચાલકે કેફી પીણું નહિ પરંતુ ડ્રગ્સનો નશો કર્યો હોવાનો રેપિડ ટેસ્ટમાં ખુલાસો થયો છે.
આ પણ વાંચો:ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ
આ પણ વાંચો:ગુજરાત પોલીસ ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા આજથી જોવા મળશે એક્શનમાં
આ પણ વાંચો:અસમાજીક તત્વોના આતંકને રોકવા ગુજરાત પોલીસ એક્શનમાં