Surat News/ અસમાજીક તત્વોના આતંકને રોકવા ગુજરાત પોલીસ એક્શનમાં

શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અટકાયત કરાયેલા વ્યક્તિઓ અને ધરપકડ કરાયેલા લોકોની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat

Surat News: અમદાવાદ (Ahmedabad)માં અસમાજીક તત્વોના આતંક બાદ ગુજરાત રાજ્યના પોલીસ (Gujarat Police) વડા વિકાસ સહાય (Vikas Sahay) એક્શનમાં આવ્યા હતા,  આ 48 કલાકમાં, અમદાવાદ પોલીસે 25 થી વધુ ગેંગની યાદી તૈયાર કરી છે. સુરત (Surat) શહેરમાં પોલીસે વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. કેટલાક સ્થળો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સુરતનાં અમરોલી કોસાડ નિવાસસ્થાનમાં સફળ સર્ચ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રે એક ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 40 થી વધુ પોલીસકર્મીઓ સામેલ હતા. પોલીસે અસામાજિક તત્વોના ઘરો પર પણ ઓચિંતા દરોડા પાડી મોટી કાર્યવાહી પાર પાડી હતી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અટકાયત કરાયેલા વ્યક્તિઓ અને ધરપકડ કરાયેલા લોકોની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.

DGP વિકાસ સહાયે સ્પષ્ટ આદેશો આપ્યા છે કે રાજ્યમાં અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન રહેશે નહીં. આ હેતુ માટે, સુરત પોલીસ સતત સક્રિય છે અને આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ, સુરત શહેર પોલીસે તે જ દિવસે અમરોલી-કોસાડ વિસ્તારમાં ખાસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન 15 માર્ચ, 2025 ના રોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ચાલ્યું હતું.

અમદાવાદ: વસ્ત્રાલમાં લોકો પર તલવારો-લાકડીઓથી હુમલો કરનારના ઘર પર પડ્યા હથોડા 5 - image

અમદાવાદ વસ્ત્રાલ (Vastral)માં આતંક મચાવનારા અસામાજીક તત્વોને પોલીસે જાહેરમાં માર માર્યો હતો, પહેલા ઘરો તોડી પાડવામાં આવ્યા હતા અને પછી તેમને રસ્તા પર લાવીને મેથીપાક ચખાડ્યો હતો. અમદાવાદની રામોલ પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો અને 7 આરોપીઓના ઘર તોડી પાડી  તેમને બેઘર બનાવ્યા છે. રોડ પર સર્વિસ કરીને રામોલ પોલીસે કાયદાની તાકાત બતાવી હતી. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યાં છે અને ગુજરાતના DGPએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉપલેટા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો

આ પણ વાંચો:અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક