Ahmedabad News/ મોરબી ઝૂલતા પુલ અને હરણી બોટ દુર્ઘટનાનો કેસ લડનારા હાઈકોર્ટના વકીલને મળી ધમકી

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને અજાણ્યા ઇસમે ફોન પર અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2025 03 17T140736.821 મોરબી ઝૂલતા પુલ અને હરણી બોટ દુર્ઘટનાનો કેસ લડનારા હાઈકોર્ટના વકીલને મળી ધમકી

Ahmedabad News: અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને અજાણ્યા ઇસમે ફોન પર અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી છે. વકીલને આ ઉપરાંત વારંવાર વિદેશી નંબર પરથી ધમકી મળી રહી છે. ગુજરાતના ઘણા સંવેદનશીલ કેસમાં ઉત્કર્ષ દવે વકીલ છે. આ સંવેદનશીલ કેસોમાં તે સંકળાયેલા હોવાના લીધે તેમને આ ધમકી આપવામાં આવી હોવાનું મનાય છે. આ ધમકીના પગલે વકીલ ઉત્કર્ષ દવેએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ સ્થિતિની ગંભીરતા સમજીને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને પોલીસ કમિશ્નરને પણ ધમકી અંગે અરજી આપી છે. તેમને યમન અને ભૂતાનના ફોન નંબર પરથી અનેક વખત મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આ મામલે પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તેવી રજૂઆત કરે છે.

ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે મોરબી ઝૂલતા પુલ, હરણી બોટ દુર્ઘટના, દાહોદના સૌથી મોટા જમીન કૌભાંડ અને નાર્કોટિક્સના કેસો લડી રહ્યા છે. તેમા તો મોરબી ઝૂલતા પુલ અને હરણી બોટ દુર્ઘટનામાં તો તેમણે પીડિતોને વળતર પણ અપાવ્યું છે. આ સંજોગોમાં તેમના અનેક દુશ્મનો હોય તેવી સંભાવના નકારી શકાતી નથી. આમ બીજા શબ્દોમાં કહીએ તો તેમણે રીતસર સળગતા લાકડા જ પકડ્યા છે, હવે ક્યાંક દાઝી ન જવાય તેની ફિરાકમાં તેઓ છે.

તેમણે જણાવ્યું હતું કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. તેઓ ફોન ના ઉપાડે તો ઇન્ટરનેટ એપ્લિકેશનથી તેમને કોલ આવે છે. ઇન્ટરનેટ પરથી કરવામાં આવતા ફોનમાં પહેલા તો તેમને અપશબ્દો બોલવામાં આવે છે. તેના પછી કહેવામાં આવે છે કે હવે જ્યારે તું એકલો દેખાય ત્યારે તને પતાવી દેવાનો છે. તેની સાથે વકીલાત કરીશ તો ખતમ કરી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ઉત્કર્ષ દવેએ અજાણ્યા નંબર પરથી ફોન ન ઉપાડતા તેમને સ્કાયપે નામની એપ પરથી ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હતા. તેઓએ કરેલી ફરિયાદમાં ફોન ડિટેલ્સ પણ પોલીસને સુપ્રદ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાંચો જમીન વિવાદ મામલે અમદાવાદના ક્યાં વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો: પ્રધ્યુમનો કેશ લડી રહેલા વકીલને પોલીસની ધમકી-વકીલની પત્ની સાથે મારઝુડ