Mehsana News : મહેસાણા જિલ્લાના કડી સબ જેલમાં જેલ(Jail) મેન્યુઅલના ભંગનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જેલની અંદરથી કેદીઓ દ્વારા વીડિયો કોલ કરવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોમાં કેદીઓ “ટાઈગર ઈઝ બેક” જેવા સ્ટેટસ સાથે ખુલ્લેઆમ વીડિયો કોલ કરતા અને હસતા-બોલતા જોવા મળે છે. વીડિયોમાં જેલના સળિયા પાછળથી વાતચીત કરતા દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે. સાથે જ “કડી સબ જેલ” (Jail)લખેલી દીવાલ અને “આરોપીની મુલાકાતનો સમય” જેવા લખાણ પણ નજરે પડતા હોવાથી વીડિયોની અસલિયત અંગે શંકા ઓછી થાય છે.

આ ઘટનાને લઈને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે કેદીઓ સુધી મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? શું જેલ (Jail)પ્રશાસનની મિલીભગતથી કેદીઓને આવી સુવિધાઓ આપવામાં આવી રહી છે? કે પછી સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે?
આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
