Ahmedabad News/ બાપુનગરમાં ટી સ્ટોલ પર અસામાજિક તત્વોનો હુમલો

હુમલા(Attack) દરમિયાન ફરિયાદી સાહિલ ઉર્ફે ઐયાન શેખ પર ગંભીર પ્રહાર કરવામાં આવ્યો હતો

Gujarat Ahmedabad
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં કેટલાક શખ્સોએ એક ટી સ્ટોલ પર હુમલો(Attack) કરીને વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે

Ahmedabad News : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં કેટલાક શખ્સોએ એક ટી સ્ટોલ પર હુમલો(Attack) કરીને વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આ ઘટના ચિંતાજનક માનવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ત્રણ શખ્સો હથિયારો સાથે ટી સ્ટોલ પર તૂટી પડ્યા હતા. તેમણે કુહાડી, પાઈપ અને ડંડા વડે સ્ટોલમાં તોડફોડ કરી હતી. પોલીસ તપાસમાં ઐયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને ભાવેશ મિર્ઝા નામના આરોપીઓની સંડોવણી સામે આવી છે.

હુમલા(Attack) દરમિયાન ફરિયાદી સાહિલ ઉર્ફે ઐયાન શેખ પર ગંભીર પ્રહાર કરવામાં આવ્યો હતો. આ વચ્ચે બચાવ કરવા આવેલા ટી સ્ટોલના માલિક વસીમ પઠાણને પણ આરોપીઓએ નિશાન બનાવતા તેમને પણ ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસે હુમલાના કારણો શોધવા તેમજ આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, અને શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો : અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકઃ સરદારનગરમાં સશસ્ત્ર ગુંડાઓ ઘર પર ત્રાટક્યા

આ પણ વાંચો : અમદાવાદમાં મંદિર પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો?દારૂ ગાંજાની મહેફિલ

આ પણ વાંચો : અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તા પર મહિલાને માર માર્યો