Ahmedabad News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે.

વડાપ્રધાનના આગમન વેળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતમાં સતત સાત દિવસ માટે રહેશે અનેક જિલ્લામાં વરસાદ, IMD દ્વારા કરાઇ આગાહી
આ પણ વાંચો:PM મોદી દ્વારા ₹5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે, રોડ શો અને મારુતિ EV લોન્ચિંગ
